________________
=
=
=
હાલના સંપ્રદાયે પ્ર. ૧૧
૧૧૯ હવે આપણે સૂત્રોમાં રેય =ચૈત્યને ઉલ્લેખ કયાં કયાં આવે છે અને તેને શો અર્થ થાય છે તે બાબતને થોડા દાખલાઓ ઉપરથી વિચાર કરીએ.
સુત્રોમાં ચૈત્યના ઉલ્લેખે
નગરનું વર્ણન સૂમાં જ્યાં જ્યાં નગરનું વર્ણન આવે છે ત્યાં ત્યાં ઉવવાઈ સૂત્રમાંના ચંપા નગરીના વર્ણન પ્રમાણે સમજી લેવાનું કહ્યું છે. એટલે સૂત્રમાંનું વર્ણન જેવું જોઈએ. તે વર્ણન આ પ્રમાણે છે –
(1) आयारवंत चेइया जवइ विविद सनिविट्ठ बहुवा ( ૨ ) પાઠાંતર—માયાવંત મહંત રે.... અર્થ–આકારવંત એટલે સુંદર આકારના સુશોભિત ઘણું ચૈત્ય
અને વિવિધ પ્રકારના વૈશ્યના ઘણું સન્નિવેશ હતા. અહીંઆ સ્થાનકવાસીઓએ પહેલા પાઠમાં ચૈત્યને અ યક્ષાદિના મંદિર એમ કર્યો છે. તેઓ પાઠાંતર બતાવે છે પણ એ અર્થ સ્વીકારતા નથી કારણ કે પાઠાંતરમાં અરિહંત રેફયા ને અર્થ અરિહંતના મંદિરે એમ થાય તે વાત સ્થાનકવાસીઓને કબૂલ નથી.
હવે વિચારવાનું એ છે કે આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે ભગવાન પાર્શ્વનાથના વખત પહેલાંથી તે મૂર્તિની માન્યતા ચાલુ હતી જ. અને મૂર્તિ હોય ત્યાં ચય-મંદિર પણ હેય જ. અને જ્યાં જૈનેની વસ્તી હોય ત્યાં જૈનેના અરિહંતના મંદિર પણ હેય જ. એટલે ચંપાનગરીમાં જિનમંદિર ઘણુ હતા એમ સૂત્રમાંના ઉલ્લેખને અર્થ માનવે જ જોઈએ.
એટલે કે પાઠાંતરમને અરિહંત શબ્દ ભૂલ કરવામાં ન આવે તે પણ ચંપાનગરીમાં જિનમંદિર હતા એમ સાબિત થઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com