________________
પ્રકરણ અગીઆરમું સૂત્રમાં મૂર્તિ મંદિરના વિધાને
મૂર્તિની માન્યતા ધર્મવિરુદ્ધ નથી તેમજ પ્રાચીન કાળમાં મૂર્તિ હતી. ઘેર ઘેર શ્રાવકો મૂર્તિ રાખતા એ આપણે આગલા લેખેમાં પ્રમાણેથી સિદ્ધ કરી ચૂક્યા, હવે સૂત્રમાં મૂર્તિના ઉલ્લેખ છે કે કેમ અને મૂર્તિની માન્યતા સૂત્રાનુસાર છે કે કેમ તેને આપણે વિચાર કરીશું.
જેવા -ચૈત્ય શબ્દને અર્થ મૂર્તિને સંબંધ ચૈત્ય શબ્દથી છે. પ્રાકૃતમાં ચૈત્યનું રે થાય છે.
સૂત્રમાં ઠેકઠેકાણે જોય શબ્દ આવે છે તેમજ મતિ ફર્યા શબ્દ પણ આવે છે. જે ચેય શબ્દના અર્થમાં મતભેદ થવાથી જ સ્થાનકવાસી તથા મૂર્તિપૂજક સંપ્રદાયમાં મતભેદ ઉત્પન્ન થયો છે.
સ્થાનકવાસીઓ ચૈત્ય શબ્દના આ પ્રમાણે અર્થે કરે છે – અરિહંત, જ્ઞાનવત, જ્ઞાન, સાધુ, વ્યંતરાયતન અને વૃક્ષ, ચેતરે, સૂપ વગેરે સ્મારક ચિહ્ન.
ચિત્ય શબ્દ મૂળ ચિતા, ચિતિ કે ચિત્યા ઉપરથી બનેલ છે. એ ત્રણે શબ્દોને અર્થ એ થાય છે. એટલે ચિતા અથવા ચેહ સાથે સંબંધ ધરાવે તે ચૈત્ય છે. એટલે કે મૃતકના અગ્નિ સંસ્કારના સ્થળે તેની સ્મૃતિ માટે યાદગીરી માટે સ્થાપવામાં આવતું ચિન્હ તે ચૈત્ય જે કંઈ સ્મારક વસ્તુ કે સ્મારક ચિન્હ તે ચૈત્ય
ચિતાની ઉપર કે પાસે સ્થાપવામાં આવેલ શિલાપ, વૃક્ષ, કુંડ, સ્વપ. છત્રી, નાની દેરી વગેરે ચૈત્ય કહેવાય. તે જ પ્રમાણે પ્રતિમા અથવા મૂર્તિ પણ સ્મારક ચિન્હ છે તે પણ ચૈત્ય કહેવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com