________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૦
૧૧૧
એ જ ગ્રંથ જણાવે છે કે આજીવક સંપ્રદાયના ઉપક નામે તસ્વી ચૌદમા તીથ ંકર શ્રી અનંતનાથ સ્વામીના ઉપાસક હતા.
આ ઉપરથી સાબિત થાય છે કે—ભગવાન મહાવીરના સમયમાં તેમજ તેમની પૂર્વે પ્રાચીનતર તીર્થંકરોની મૂર્તિ આ પૂજાતી હતી.
સ્થાનકવાસી
વિચારે
ત્યારે હવે મૂર્તિ નહિ માનનારે વિચાર એ કરવાના છે કે ભગવાન મહાવીરની મહાવીરની પહેલાંના પણ એ તીર્થં‘કર ભગવાનેાના વખતમાં તા મૂર્તિની માન્યતા ચાલુ હતી જ. છતાં એ ત્રણે તીર્થંકર ભગવાનાએ એ માન્યતાને ધર્મવિરુદ્ધ કહી નથી તેમ તે માન્યતાને અટકાવી નથી તેથી જ તે માન્યતા ચાલુ રહી હતી અને ચાલુ રહી છે,
તા હવે વિચારવાનું કે જે વસ્તુને તીર્થંકર ભગવાનાએ ધર્મ વિરુદ્ધ ઠરાવી નથી તેને આપણે કેવી રીતે ધર્મ વિરુદ્ધ ઠેરાવી શકીએ? અરે, ઠરાવવાનું તે એક બાજુએ રહ્યું પણ તેને ધર્મ વિરુદ્ધનું કહી પણ કેમ શકાય? કારણ કે એમ કહેવામાં પણ તીર્થંકર ભગવાનાની આશાતના કરી કહેવાય. મૂર્તિ નહિ માનનારાઓએ આ વાત ખૂબ ઊંડી રીતે વિચારવી ઘટે છે.
☆
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com