________________
સ્થા. જેનેનું ધમકર્તવ્ય. પ્ર. ૧૨
૧૨૫
તેમણે (ઉત મુનિધીઓએ) કહ્યું–કો બિચારા અજ્ઞાન છે. શું કરીએ? ' કહ્યું–જે રીતે આ આડંબર નિભાવવામાં આવે છે તે જ રીતે તે આડંબર પણ કેમ નિભાવી ન શક્યા? આડંબર સર્વ ઠેકાણે સમાન જ છે.
વાત તે સમજી ગયા, પણ ઉપાય કેઈ નહેાતે.
મેં બીજી વાત એ કહી કે–બહુ પ્રાચીન સમયમાં દીક્ષા લેવાવાળા લોકોના ઉપકરણોમાં રજોહરણ તથા પાત્રનો ઉલ્લેખ માત્ર આવે છે. મુહપત્તિનું તે નામનિશાન પણ નથી.
ત્યારે તેમણે કહ્યું–તે એ રિવાજ કેવી રીતે આવી ગયો?
એ સંબંધમાં મેં તેમને કેટલા ય આગમ વચનના આધારે બતાવ્યા,
તેઓ સાંભળતા રહ્યા અને તેઓ ગંભીર પણ થઈ જતા. તથા વિચારમાં પણ પડી જતા. છેવટે તેઓ કહેતા–પંડિતજી! વિદ્યાને વિશેષ પ્રચાર થવું જોઈએ. ત્યારે આ સર્વ અજ્ઞાન ટળી જશે.
અમારી ચર્ચામાં મંદિર માર્ગ, સ્થાનક માર્ગ આદિ સર્વની ચર્ચા થતી રહેતી કે એકાંતવાસી બનીને સૌ કોઈ એક બીજાને મિયા કહેવાને
ક્વા તત્પર થઈ ગયા છે. આમ કરવાવાળા અનેકાંતવાદના સિદ્ધાંતનું પાલન કરતા નથી. દુરાગ્રહના કારણે શું આચાર્ય, શું ઉપાધ્યાય, શું સાધુ-સાધ્વી ગણ અને શું આગેવાન શ્રાવક-શ્રાવિકાઓ–સર્વ લોકો ભગવાન મહાવીરના અનેકાંતવાદ અને અહિંસાના સિદ્ધાંતને આચારમાં લાવવાનો વિચાર પણ નથી કરતા. આ મહાખેદને વિષય છે.
અમારી એવી ચર્ચા આઠનવ મહિના સુધી ચાલતી રહી. ક્યારેક કયારેક તે રાતના બાર કે એક વાગી જતું. પણ તેઓ ઘણા પ્રસન્ન રતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com