________________
૧૨૮
સ્થા. જૈનેનું ધમકર્તવ્ય. પ્ર. ૧૩ ધર્મ એ હૃદયને એક પવિત્ર ભાવ છે. એ વિશ્વમૈત્રીનો સંદેશ આપે છે. કામવત્ સર્વ ભૂતેષ પોતાના સમાન જ સર્વને ગણવા એ જ એને સ્વર છે.
ધર્મ આપણને ઘણા કે દ્વેષ કરવાનું શીખવતો નથી એ વાત સ્મરણમાં રાખવી જોઈએ. સંકુચિતતા એ મહાન દેશ છે અને ઉદારતા એ મહાન ગુણ છે. માટે કહ્યું છે કે--
अयं निजः परो वेत्ति गणना लघुचेतसाम् । उदार चरितानां तु वसुधैव कुटुम्बकम् ॥
મેં ધર્મ તથા શાસ્ત્રોનું જે અધ્યયન કર્યું છે તેથી મારી એવી દઢ માન્યતા છે કે ગુણો અને ગુણીજનેના આદર નહિ કરવાવાળા મનુષ્ય પોતાનામાં સદગુણોનો વિકાસ કરી શકતા નથી. સંકુચિતતા મનુષ્યની દષ્ટિને કૂપમંડુક કુવામાંના દેડકા) જેવી બનાવી દીએ છે.
જ્યાં સુધી હૃદય ઉદાર અને દૃષ્ટિ વિશાળ નહિ થાય ત્યાં સુધી આપણે ધમના રહસ્યને સારી રીતે અથવા સાચી રીતે સમજી શકીશું નહિ,
આપણે એટલું તે માનવું જ પડશે કે જ્યાં સત્યનો એક અંશ પણ હોય તે સત્યાંશને સદા ય ગ્રાહા માનવું જોઈએ, કેઈ પણ વ્યક્તિમાં કેઇ પણ સદગુણ હેય તેના પ્રત્યે આપણે આદરભાવ થવો જોઈએ. ગુણાનુરાગ અને ગુણગ્રહણ વૃત્તિને અધિકાધિક વિકસાવવાની આવશ્યકતા છે. કોઈની પણ ઘણા કે દ્વેષ કરે તે બહુ જ બુરી વાત છે.
મહાપુરુષે કહી ગયા છે કે ઘણા પાપ કે દુર્ગુણે પ્રત્યે હે પણ પાપી પ્રત્યે નહિ. તેના પ્રત્યે તે કરુણાની ભાવના જ હે. દુષ્ટના પ્રત્યે પણ મધ્યસ્થ અથવા ઉપેક્ષા ભાવ રાખવામાં આવે પણ ઘણું કે દ્વેષ તે નહિ જ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com