________________
પ્રકરણ નવમું શાશ્વતી પ્રતિમાનું મહાભ્યા દેવલોકમાંની મૂર્તિઓ સંબંધી સ્થાનકવાસી સમાજમાં કંઇક ભ્રમ પ્રવર્તે છે તેથી તે સંબંધી પણ ડાક વિચાર કરી લઈએ.
સ્થાનકવાસી મહાત્મા મુનિશ્રી તપસ્વી શ્રી માણેકચંદ્રજી સ્વામીશ્રીએ તેમના “કાળજ્ઞાન તરત ચિતામણિ” પુસ્તકમાં દેવલોકમાંની શાશ્વતી મૂર્તિઓનું મહાસ્ય દર્શાવતાં આ પ્રમાણે લખ્યું છે –
“સ્વર્ગમાં જે જે જિનપ્રતિમાઓ છે તે તો અનાદિ કાળની શાશ્વતી છે. તે જિનપ્રતિમામાં સ્વાભાવિક અનંત ગુણો રહ્યા છે. તેવા ગુણનું અવલંબન દેવતા લેક સુખ સમાધિના હિત માટે લીએ છે. જેમ મૃત્યુલોકમાં મહા ચમત્કારી વસ્તુઓ પૈકી કલ્પવૃક્ષ ચિંતામણી, ચંદનવૃક્ષ અને સુગધી મહા પદાર્થોનાં અવલંબનથી અનંત દુઃખને નાશ થાય છે તેમ જ તે ન્યાયે શ્રી જિન પ્રતિમા પણ મહાન ચમત્કારી ચિતામણી છે. તેના અવલંબનથી દેવાને અનંત શાંતિ મળે છે.
સ્વર્ગના દે શ્રી જિનેશ્વરના પ્રતિમાજીના પ્રભાવથી પિતાની હદ મર્યાદા લોપી શકતા નથી. તેમ બીજા કોઈ દે પણ એકબીજાની હદ પવાની અરજી કરતા નથી. એ વગેરે અનેક પ્રભાવ શ્રી જિન પ્રતિમાના માનથી સચવાય છે. શ્રી જિન પ્રતિમા સર્વ વિનિને હરે છે, સર્વ દુઃખોને ટાળે છે અને મહામંગળ આપે છે. એ પ્રૌઢ પ્રતાપ શ્રી જિન પ્રતિમાજીનો છે.”
શાશ્વતી મૂર્તિ કયા તીર્થકરની? દેવલમાં શાશ્વતી મૂર્તિઓ છે એટલે તે કઈ અમુક તીર્થકરની નથી તેથી તે માનવા લાયક નથી એમ કેટલાક સ્થાનકવાસીઓ વધો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com