________________
હાલના સપ્રદાયે પ્ર. ૯
૯૫
કાઢે છે : પણ તેનુ સમાધાન પણ રાજપ્રશ્નીય સૂત્રમાં આપેલું છે. તે નીચે પ્રમાણે—
રાજપ્રશ્નીયસૂત્રમાં કહ્યું છે કે ત્યાં દેવ ંદામાં એકસા આઠ પ્રતિમા છે તે પય કાસને બેઠેલી સ્થિતિની છે અને તે તીય કરાની ઊંચાઈના પ્રમાણની છે એટલે કે પાંચ ભરતક્ષેત્ર અને પાંચ એરવત ક્ષેત્રમાં અથવા મનુષ્ય લેાકમાં જુદા જુદા વખતે જે જે તીથંકરા થાય તેમની ઊઁચાઈ કાળના પ્રમાણમાં જુદી જુદી હોય છે. તેથી તીર્થંકરાના પ્રતીક તરીકે અને સ તીર્થંકરાની ઊંચાઈના પ્રતીક તરીકે આ એકસે આ જિન પ્રતિમા છે.
વળી એ જ સૂત્રમાં તે જ ઠેકાણે એમ પણ કહેવુ છે કે ત્યાં મણિપીઠિકા ઉપર ચાર જિન પ્રતિમા છે તેના નામ—ઋષભ, વર્ધમાન, ચદ્રાનન અને વાષિષ્ણુ છે. પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ એરવત ક્ષેત્રમાં મળીને દરેક ચેવીશીમાં આ ચાર નામના તીર્થંકર તે થાય છે જ. જેમ કે આ ચાવીશીમાં આ ભરતક્ષેત્રમાં પડેલા ઋષભદેવ અને છેલ્લા વર્ષમાન નામના તીથંકર થયા અને ઐરવત ક્ષેત્રમાં પડેલા ચંદ્રાનન અને છેલ્લા વાષિણ નામના તીર્થંકર થયા. એ પ્રમાણે આ ચાર નામના તીથ કર થયા અને થતા રહેશે માટે આ ચાર નામની શાશ્વતી પ્રતિમા છે.
દેવે તેમજ મનુષ્ય મૂર્તિને વાંદે પૂજે છે. તેઓ અમુક તી કરની મૂર્તિ છે એમ કહીને અથવા ગણીને તે તે અમુક તીય કરને જ વાંદે પૂજે છે એમ હોતું નથી. પરંતુ તીર્થ ંકર અરિહંત ભગવાનના પ્રતીક રૂપ એ મૂર્તિ છે તેને અરિહંતના પ્રતીક તરીકે ગણીને જ વાંદે પૂજે છે. દાખલા તરીકે—અહીંઆ મંદિરમાં મૂર્તિ તા કાઇ પણ એક તીર્થંકર ભગવાનની ઢાય પણ તેની પૂજા કરનાર ગમે તે ખીજા તીય કરનું સ્તુતિîાત્ર બોલીને, ગાઇને પુખ્ત કરે છે. કારણ કે બધા તીય કર ભગવાના સરખા છે. અને એકની સ્તુત કરી તે બધાની સ્તુતિ કરી એમ સમજીને સ્તુતિ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com