________________
મૂળ જૈન ધર્મ અને
જેમ અહીંઆ તેમ દેવલોકમાં પણ સર્વ તીર્થ કરે અથવા સર્વ સિદ્ધોના પ્રતીક તરીકે ત્યાંની મૂતિઓને ગણીને પૂજા કરતા હોય તે તેમાં આશ્ચર્ય જેવું કાંઈ જ નથી.
દેને જીત વ્યવહાર
શેને માટે છે? દેવલોકમાં દેવ દેવીઓ તીર્થકર ભગવાનની શાશ્વતી મૂતિઓ પ્રતિમાઓની પૂજાભક્તિ કરે છે એ વાત સ્થાનકવાસીઓના માન્ય સૂત્રમાં આવે છે. એટલે તે વાત સ્થાકવાસીઓ કબૂલ તે કરે છે જ. પરંતુ તેનું મહત્વ ઉડાવી દેવા માટે સ્થાનકવાસીઓ કહે છે કે –
એ તે દેવોને જીત વ્યવહાર છે એટલે કે એક રિવાજ છે. પણ દે ધર્મ માટે, કલ્યાણ માટે, તરવા માટે ભકિતપૂજા કરતા નથી પરંતુ રાજ્યશાંતિ માટે સુખની બુદ્ધિએ દેવ પ્રતિમાજીને માને છે. કારણ કે દેવલોકમાં ધર્મ ક્રિયા નથી, પુણ્ય ક્રિયા નથી, દાન ક્રિયા નથી, દે તે ફકત પૂર્વ પુણ્યના ફળ ભોગવવા માટે જ દેવપણે ઉત્પન્ન થયા છે અને તેથી સુખ ભોગવે છે.”
ત્યારે પ્રશ્ન ઉઠે છે કે–દેવામાં શું ધર્મભાવના નથી હોતી ? કલ્યાણ ઈચ્છા નથી હતી ?
અલબત્ત મિથ્યાષ્ટિને એ વિચાર ન હોય. પણ તે શું દેવલોકમાં બધા મિથ્યાદષ્ટિ જ હોય છે ! એમ તો બને જ નહિ. કારણ કે સમ્યગદ્રષ્ટિ મનુષ્યો દેવલોકમાં ઉપજે તે ત્યાં સમ્યગદ્રષ્ટિપણે જ રહે કે નહિ?
આ પ્રશ્નોનું સમાધાન રાજપ્રશ્નનીય સૂત્રમાંથી મળી શકે છે. સૂર્યાભદેવ દેવલોકમાં ઉત્પન્ન થયા પછી પહેલો જ વિચાર એ કરે છે કે –
અહીં ઉત્પન્ન થઈને મારું પહેલું કર્તવ્ય શું છે? હવે પછી નિરંતર શું કરવાનું છે? તત્કાળ અને ભવિષ્યમાં સદાને માટે શ્રેય રૂ૫ એવું શું કામ મારે કરવાનું છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com