________________
૧૦૬
મૂળ જૈન ધર્મ અને
તે મૂર્તિઓ નાગપુરના સેન્ટ્રલ મ્યુઝીઅમમાં રાખવામાં આવી છે એમ સને ૧૯૩૬ ના સમાચાર પત્રોમાં જાહેર થયું છે.
૬, વડલી (અજમેર)ને રતૂપને શિલાલેખ વીરાતુ ૮૪ વર્ષને છે. આ શિલાલેખ અજમેરના મ્યુઝીએમમાં સુરક્ષિત છે. અને તેમાં ભાઝિમિકા એટલે માધ્યમિકા નગરીને ઉલ્લેખ છે. આ નગરી ઘણી પ્રાચીન છે. આ શિલાલેખવાળો સ્તૂપ ભગવાન પાર્શ્વનાથની પણ પહેલાંને મનાય છે. એટલે કે ભગવાન પાર્શ્વનાથના પહેલાં પણ મૂર્તિ હતી.
૭. જીવંત સ્વામીની પ્રતિમા–જીવંત સ્વામીની મૂર્તિ હાલ ઉજૈનમાં છે. તે ભગવાન મહાવીરના સમયની છે. તેને ઇતિહાસ ઘણે લાંબે છે. ત્રિશષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં મહાવીર ચરિત્રમાંથી તથા બીજા ઘણા પુસ્તક પ્રસિદ્ધ થયેલ છે તેમાંથી જિજ્ઞાસુએ વાંચી લે.
૮, હસ્તીગુફાને શિલાલેખ-કલિંગાધિપતિ મહામેઘવાહન મહારાજા ખારવેલના હસ્તીગુફામાંના શિલાલેખમાં ઉલ્લેખ છે કે –
નંદ રાજા જે શ્રેણિક મહારાજા પછી દેઢસો વર્ષે થયેલ હતું તેણે કલિંગ ઉપર ચડાઈ કરીને ત્યાંથી જિનપ્રતિમા લઈ જઈને પિતાને ત્યાં મંદિર બનાવી તેમાં સ્થાપન કરી હતી.
હેમવતસૂરિની પટ્ટાવલી કે જેને સમય વિક્રમની પહેલી શતાબ્દિનો છે એટલે તે સૌથી પ્રાચીન પટ્ટાવલી છે તેમાં પણ જણાવે છે કે નંદ રાજા કલિંગથી જિનમૂર્તિને મગધમાં લઈ ગયા. - કલિંગમાં આ મૂતિ તથા તે મંદિર મહારાજા શ્રેણિકે ભગવાન મહાવીરની વિદ્યમાનતામાં બનાવ્યું હતું.
આ કાર્ય આત્મકલ્યાણ તથા ધર્મકાર્યસાધનાનું એક અંગ હોવાથી ભગવાન મહાવીરે તેની મના કરી નહોતી કે કાંઈ વિરોધ કર્યો ન હતો. શ્રેણિક મહારાજનું મંદિરમૂર્તિ બનાવવાનું કાર્ય ધર્મવિરુદ્ધ હતા તે મહાવીર ભગવાને તેમના અનન્ય ભકત શ્રેણિક મહારાજને તે કામ કરતાં જરૂર અટકાવ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com