________________
મૂળ જૈન ધર્મ અને
સૂર્યાભદેવને આ વિચાર બતાવી આપે છે કે તે આત્મકલ્યાણના ભારે ઈચ્છુક હતા, તે પ્રમાણે ઘણા દેવે આત્મકલ્યાણની ઈચ્છાવાળા હોય છે.
વળી સૂર્યાભદેવ ભગવાન શ્રી મહાવીર સ્વામી પાસે આવીને વંદન નમસ્કાર કરીને પિતાનું નામ જણાવે છે ત્યારે ભગવાન તેને કહે છે કે
“હે સૂર્યાભ! (ઉપર પ્રમાણે વંદન વગેરે ) એ પુરાતન છે, છત છે, કૃત્ય છે, કરણીય છે, આચરાએલું છે. અને હું સર્યાભ! એ સંમત થવું છે કે ભવનપતિના, વાણવ્યંતરના,
તિષકના અને વૈમાનિકવર્ગના દેવો અરિહંત ભગવતોને વાંદે છે, નમે છે અને પછી પોતપોતાનાં નામ ગોત્ર કહે છે.”
એટલે કે ભગવાન કહે છે કે – હે સૂર્યાભ! આ પ્રમાણે તારા પૂર્વજો પુરાતનકાળથી કરતા આવ્યા છે અને તારે પણ કરવા જેવું છે. આ પ્રમાણે અરિહંત ભગવંતોને વંદન નમસ્કાર કરવાનો દેને જીત વ્યવહાર છે એમ મહાવીર ભગવાન કહે છે. તો શું દેવોમાં ધર્મભાવના ન હોય તો ભગવાન તેમના છત વ્યવહારને પ્રશસે ખરા? નહિ જ. એ રીતે ભગવાને બતાવ્યું છે કે દેવ ધર્મશીલ છે. એટલે કે જીત વ્યવહાર તે ધર્મભાવના સહિતનો છે, ધર્મ કૃત્ય તરીકે છે. એમ ભગવાનના શબ્દો ઉપરથી સમજી શકાય છે.
ત્યાર પછી ભગવાનની દેશના સાંભળી લીધા પછી સૂર્યાભદેવ ભગવાન મહાવીર સ્વામીને પૂછે છે કે
હે ભગવન! શું સૂર્યાભદેવ (તે પિત) ભવસિધ્ધિક – ભવ્ય છે કે અભવસિદ્ધિક–અભવ્ય છે? સમ્યગ દષ્ટિવાળો છે કે મિથ્થા દષ્ટિવાળો છે? સંસારમાં પરિમિતપણે ભમનારે છે કે
અનંતકાળ સુધી ભમનાર છે? બેધિની પ્રાપ્તિ થવી તેને માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com