________________
હાલના સંપ્રદાયે પ્ર. ૯
સુલભ છે કે દુર્લભ? શું તે આરાધક છે કે વિરાધક ? તે
ચરમ શરીરી છે કે અચરમ શરીરી?” ભગવાન જવાબમાં કહે છે કે –
“હે સભા તું ભવ્ય છે, સમ્યગ દષ્ટિવાળે છે, સંસારમાં પરિમિતપણે ભમનાર છે, તને બેધિની પ્રાપ્તિ સુલભ છે, તું આરાધક છે અને તું ચરમ શરીરી છો.”
આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે દેવલોકમાં સમ્યગ દૃષ્ટિ દેવ ઘણું હોય છે, તેઓ ધર્મ ભાવનાવાળા હોય છે, આત્મકલ્યાણની ઇચ્છાવાળા હોય છે અને અરિહંત ભગવંતની તથા તેમની પ્રતિમાની ભક્તિપૂજા કરવી એ તેમને ધર્મ માટે જીત વ્યવહાર છે.
મનુષ્યોની માફક દેવે વ્રત પચ્ચખાણ કરી શક્તા નથી કે સામાયિક વિગેરે ક્રિયા કરી શકતા નથી પરંતુ તેઓમાં ધર્મભાવના હોય છે, અરિહંત ભગવંતની તથા તેમની પ્રતિમાની ભકિતપૂજા કરે છે એટલું જ નહિ પણ છવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે –
નંદીશ્વર દીપે બાવન પર્વત ઉપર બાવન સિદ્ધાયતન છે. ત્યાં ઘણું ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી તથા વૈમાનિક દેવતા આપાડ, કાર્તિક અને ફાગણ એ ત્રણ ચોમાસામાં, પર્યુષણ પર્વ, સંવતસરી તથા બીજી ઘણી તિથિને વિષે તીર્થ કરના જન્મ કલ્યાણિક, દીક્ષા કલ્યાણિક, કેવળ જ્ઞાનપ્રાપ્તિ કલ્યાણિક, પરિનિર્વાણ કલ્યાણિક ઇત્યાદિ વખતે દેવે એકઠા થઈ તે અષ્ટાબ્દિક મહા મહત્યા કરે છે.”
આ ઉપરથી સિદ્ધ થાય છે કે દેવે ધર્મભાવનાં સહિત હેય છે, ધર્મોત્સવ ક્રિયાઓ કરે છે અને આત્મકલ્યાણની ભાવના ભાવતા રહે છે.
દેને પુણ્યક્રિયા કે પાપડિયા નથી એમ કહેવું તે ભૂલભરેલું છે. દેવભવમાં ઘણુ પાપકરીને વનસ્પતિ આદિ સ્થાવર કે તિર્યંચ ગતિમાં જાય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com