________________
૧૦૦
મૂળ જૈન ધર્મ અને
અને પુણ્યક્રિયા કરનારા જ મનુષ્યગતિમાં આવે છે. માટે દેવેને ધર્મક્રિયા, પુણ્યક્રિયા અને પાપક્રિયા છે જ એમ માનવું એ જ સિદ્ધાંતાનુકૂળ છે.
જીત વ્યવહારમાં
ભાવ પ્રમાણે ફળ બીજી એક દલીલ એમ છે કે–દેવલોકમાં મિથાદષ્ટિ જીવ ઉત્પન્ન થાય તે પણ એ જ પ્રતિમાઓને પૂજે છે. તે મિથ્યાદષ્ટિ જિનપ્રતિમાને તે પૂજે નહિ, માટે તે જિનપ્રતિમા નથી. અને મિથ્યાદષ્ટિ તેમ જ સમ્યગદષ્ટિ બને જાતના સર્વદેવે પૂજે છે માટે તે દેવોને સામાન્ય છત વ્યવહાર છે.
અહીં પહેલી વાત તે એ કે મિદષ્ટિ દેવે પણ એ પ્રતિમાઓ પૂજે છે કે કેમ તે માટે સૂત્રમાં સ્પષ્ટ પાઠ નથી. પરંતુ તેની જ સામે તે જ ન્યાયે પ્રશ્ન એ છે કે સમ્યગ્દષ્ટિ દેવ વીતરાગ તીર્થકર દેવની જ પ્રતિમાને પૂજે, અન્યદેવની પ્રતિમાને પૂજે નહિ.
હવે એ પૂજન તે માત્ર જીત વ્યવહાર છે તેમાં ધર્મ જ નથી એમ દલીલ થાય છે તે બહુ વ્યાજબી નથી. કારણ કે મુખ્ય આધાર કિયા પર નહિ પણ ભાવ ઉપર છે. ધર્મિષ્ટ જીવે ધર્મભાવથી કરેલી ધર્મ ક્યિામાં ધર્મ જ નથી એમ કેમ માની શકાય? એ ધર્મ કિયા ભલે જીત વ્યવહાર હેય પણ ભાવ તે ધર્મના છે જ. એ છત વ્યવહાર તે વ્યવહાર ધર્મ છે.
મિથ્યાષ્ટિની ધર્મભાવ વિનાની ક્રિયા પાપમાં પરિણમે તેમ સમ્યગૃષ્ટિની ધર્મભાવ સહિતની ક્રિયા ધર્મમાં જ પરિણમે અથવા પુણ્યમાં પરિણમે. એકની એક કિયા ભાવ પ્રમાણે જુદી જુદી રીતે પરિણમે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com