________________
૧૦૨
મૂળ જૈન ધર્મ અને દેવા માટે ધર્મના નિયમો જુદા નથી તેમ મનુષ્ય માટે ધર્મના નિયમો જુદા નથી. પરંતુ દેવો માટેના ધર્મના નિયમ મનુષ્ય કે તિર્યંચને પણ એક સરખા લાગુ પડે છે. એટલે દેવોના છત વ્યવહાર મનુષ્યને કઈ રીતે લાગુ પડી શકતા નથી એમ માનવું એ ભૂલ ભરેલું છે. દેના છત વ્યવહાર એટલે દેવોને વ્યવહાર ધર્મ મનુષ્યને પણ એક સરખે લાગુ પડે છે.
દેવોને વ્યવહાર ધર્મ અને જીત વ્યવહાર મનુષ્યને લાગુ પડતા નથી એમ જેઓ માનતા હોય તેમણે તે માટેના કારણે દર્શાવી સાબિત કરવું જોઈએ કે દેવોને ધર્મ મનુષ્યથી જુદો છે તેથી મનુષ્ય માટે ઉપયોગી નથી. એમ સાબિત કરવામાં ન આવે તે મારી ઉપરની વાત સાચી છે એમ સૌ કોઈ સમજી શકશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com