________________
હાલના સંપ્ર
પ્ર. ૮
૯૩
તે પ્રભુના પ્રતિમાજીને જ્ઞાની લોકો પ્રતિમાજી તરીકે માને છે પણ સાક્ષાત પ્રભુ તરીકે માનતા નથી. જે જે સ્થળે જે જે તીર્થંકર દેવો નિર્વાણ પદને પામ્યા હોય તે તે સ્થળે શ્રી દયાળુ અરિહંત પ્રભુની અનંત યોગ સાધનાની શક્તિનાં જે જે અનંત ગુણરૂપ, દ્રવ્યરૂપ પર્યાયરૂપ પદાર્થોમાં વાસના પરિણમી ગઈ હોય તેવા પવિત્ર પરમાણુવાળા જે જે સ્થળે છે તે તે સ્થળોએ જવાથી ઊંચી ઊંચી ભાવનાઓ ઉત્પન્ન થતાં ઊંચા ઊચા પવિત્ર ગુણોની પ્રાપ્તિ થાય છે અને અનંત નિર્જરા થાય છે. તેવા હેતુથી જ શ્રી અરિહંત દેવની પ્રતિમાઓ પૂજાય છે પણ છકાયની હિંસા માટે પૂજાતી નથી તેમ કોઈ જ્ઞાની મહાપુરુષો હિંસા સ્વરૂપે પૂજતા પણ નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com