________________
મૂળ જૈન ધર્મ અને
વ્યાપાર ધંધામાં પણ કોઈ મહાપુરુષે વ્યાપાર ઉદ્યોગ ધધે ખૂબ ખીલવ્યો હોય તે તેનું પણ ચિત્ર કે બાવલું તેમના ધંધાના મકાનમાં મૂકીને તેના દરરોજ દર્શન કરી, વંદન નમસ્કાર કરી તેની યાદગીરીથી તેના જેવું કામ કરવાની પ્રેરણા મેળવે છે.
આમ સંસારના દરેક ક્ષેત્રમાં મહાપુરુષોની મૂર્તિ બનાવી. તેમના દર્શન કરી, તેમની યાદગીરીથી તેમના જેવા થવાની પ્રેરણા મેળવાય છે.
તેવી જ રીતે ધર્મમાં ધર્મના મહાપુરુષ, ધર્મનાયક તીર્થકર ભગવાનની યાદગીરી માટે તેમની મૂર્તિ બનાવી, તેમના દરરોજ દર્શન કરવામાં આવે, ભક્તિથી તેમને વંદન નમસ્કાર કરવામાં આવે અને એ રીતે તેમના જેવા થવાની પ્રેરણું લેવામાં આવે તે તેને પણ એક ધર્મકાર્ય કહી શકાય. અથવા તે પણ એક જાતનો વ્યવહાર ધર્મ જ કહી શકાય,
મૂર્તિ એટલે શું? મૂતિ એટલે આકૃતિ, બાવલું, ચિત્ર, ફેટ, છબી, પ્રતિબિંબ અથવા પ્રતિમા. એટલે મૂળનું કોઈપણ જાતનું પ્રતીક.
ઉપર કહ્યું તેમ સંસારવ્યવહારમાં મૂર્તિને ખુબ આદરભાવ છે.
આપણે આપણા ઘરમાં પણ આપણું બાપદાદાઓ, વડીલોના ફોટા કે રંગીન ચિત્રોને પવિત્ર માનીએ છીએ. વડીલોના ફેટા ચિત્રોને જઈને પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે અને એ ફોટો કે ચિત્રને કોઈ ફાડી નાખે. તેના ઉપર કઈ પગ મૂકે તો તેણે ફેટામાંના વડીલનું અપમાન કર્યું એમ પણ માનીએ છીએ.
તે જ પ્રમાણે ભગવાનની મૂર્તિ એ પણ ભગવાનનું પ્રતીક છે તે ભગવાનના ચિત્ર કે તેમની મૂર્તિની કઈ આશાતના કરે તેણે ભગવાનની
જ આશાતના કરી એમ ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com