________________
૮૪
મૂળ જૈન ધર્મ અને
સુધી મૂતિ જીવને પાપ ક્રિયામાં લઇ ન જાય ત્યાં સુધી તેને વ્યવહાર ધર્મોમાં લઈ જવાતે વાંધા લઈ શકાય નહિ. તેમ જ મૂર્તિ જીવને મિથ્યાત્વમાં ઘસડી ન જાય ત્યાં સુધી તેને વ્યવહાર ધર્માંમાં લેવાને વાંધા કાઢી શકાય નહિ.
ભગવાનની સ્મૃતિ ભક્તિ ઉત્પન્ન કરે છે
તીર્થંકર ભગવાનની મૂર્તિ જીવને પાપમાં તે ખેંચી શકે જ નહિ. એ તા જીવને વૈરાગ્ય કે ભક્તિભાવમાં પ્રેરક બને છે. કારણ કે મૂર્તિના શાંત મુદ્રાવાળા ધ્યાનમય આકારને જોવાથી જોનારના હૃદયમાં પણ વૈરાગ્ય અને ભક્તિ ઉત્પન્ન થાય છે.
કાઈ એમ કહેશે કે જેને આ સ્મૃતિ કોની છે એમ ખબર હોય તેને જ તેવા ભાવ ઉત્પન્ન થઈ શકે. પરંતુ અજ્ઞાનીને તેના ભાવ ઉત્પન્ન ન થાય. તેના જવાખમાં કહેવું જોઈએ કે—
અજ્ઞાનીઓ પણ સંસારીના ખાહ્ય દેખાવમાં અને સાધુ વેરાગીના બાહ્ય દેખાવમાં ભેદ છે એટલુ' તેા સમજે જ છે. જંગલી લેાકેા પણ સાધુને જોઈ તે તેમને વદન નમસ્કાર કરે છે. એ વાત અનેક પ્રાચીન કથાએમાં પણ આવે છે. એનું એ જ કારણ છે કે સંસારીના દેખાવ સાધુના દેખાવથી તદ્દન ભિન્ન છે, અને તેમાં પણ ધ્યાનસ્થ સાધુને દેખાવ ભિન્ન હોય છે એટલું જ નહિ પરંતુ તે પૂજ્યભાવ, ભક્તિભાવ ઉત્પન્ન કરનાર છે. તેથી જ જંગલી લેાકા પણ સાધુને તુરત ઓળખી શકે છે. અને તે જ પ્રમાણે અજ્ઞાની જંગલી લેાકા મૂર્તિ જોઈને તે મૂર્તિ ભગવાનની છે એમ ન જાણુતા ક્રેય તે પણ તે મૂર્તિ કા સંત મહાત્માની છે એમ તેા સમજે જ છે. એટલે મૂર્તિ અજ્ઞાનીમાં પણ ભક્તિભાવ પ્રેરે છે.
તા પછી જ્ઞાની અને સમજુ માણસને મૂર્તિ જોઈત પૂજ્યભાવ, ભકિતભાવ ઉત્પન્ન થાય તે તેમાં નવાઇ જેવું પણ કાંઈ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com