________________
હાલના સંપ્રદાય પ્ર. ૭
મૂર્તિની માન્યતા ધર્મ વિરુદ્ધ નથી
આ પ્રમાણે મૂર્તિ મનુષ્યને પાપ તરફ તે લઈ જઈ શકતી જ નથી પણ ધર્મ તરફ વાળવામાં તે જરૂર નિમિત્ત બની શકે છે એટલે એ રીતે મૂર્તિને ધર્મ વિરુદ્ધ કહી શકાય નહિ.
તીર્થકર ભગવાન તે મિયાત્વના નાશક છે. એટલે તેમની મૂતિ કદી જીવને મિયામાં પાડી શકે જ નહિ. મૂર્તિમાં શ્રદ્ધાભકિત એટલે તીર્થકર ભગવાનમાં શ્રદ્ધાભક્તિ એ તો સમ્યકત્વનું લક્ષણ છે. એટલે એ રીતે પણ મૂર્તિને ધમ વિરુદ્ધની કહી શકાય નહિ.
આમ જ્યારે મૂર્તિની માન્યતા ધર્મ વિરુદ્ધની કરી શકતી નથી તેમજ મૂર્તિ ધર્મભાવપ્રેરક થઈ રહે છે ત્યારે તેને
વ્યવહાર ધર્મમાં માન્ય રાખવામાં કઈ જાતને વાંધો રહેતો હોય એમ જણાતું નથી.
સંસાર વ્યવહારમાં મૂર્તિને આદર સંસાર વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે કોઈ મહાભાગ્યશાળી પુરુષે તેના કુટુંબને સમૃદ્ધ બનાવ્યું હોય તે તે કુટુંબ તે ભાગ્યશાળી પુરુષની યાદગીરી માટે રંગીન તૈલચિત્ર છબી કે બાવલું (ભૂતિ) બનાવીને પિતાના ઘરમાં રાખે છે અને દરરોજ તેમના દર્શન કરી વંદન નમસ્કાર કરી તેની યાદગીરીથી તેમના જેવા થવાની પ્રેરણા મેળવે છે.
કઈ મહાપુરુષે સમાજ માટે કોઈ ઉત્તમ કાર્ય કર્યું હોય તે સમાજ તેની યાદગીરી માટે ચિત્ર કે બાવલું બનાવીને વેગ્ય સ્થળે મૂકે છે કે જેથી સૌ તેના દર્શન કરી વંદન નમસ્કાર કરી શકે.
ગામ કે દેશને માટે કોઈ વીર પુરુષે શૂરવીરતાનું કામ કર્યું હોય તે તેનું બાવલું (મૂર્તિ) પાળીઓ કોઈ સારા જાહેર સ્થળે મૂકીને તેની યાદગીરી જાળવી રાખવામાં આવે છે. આવા પાળીઆ કે બાવલા વિનાનું ભાગ્યે જ કોઈ ગામ ખાલી હશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com