________________
પ્રકરણ આઠમું અવલંબન માટે
મૂર્તિની જરૂરીઆત મૂર્તિએ વ્યવહાર ધર્મમાં જ આવે છે. વ્યવહાર ધર્મ અપન્ન માટે અથવા બાળજી માટે છે. પરંતુ નિશ્ચય ધર્મમાં પહોંચવા માટે વ્યવહાર ધર્મ અનિવાર્ય રીતે જરૂર છે. વ્યવહાર ધર્મ પાળતાં કે અનુસરતાં જીવને કઈકપણ અવલંબનની જરૂર પડે છે જ.
આ વાત તપસ્વી મહાત્મા સ્થાનકવાસી મુનિશ્રી માણેશ્ચંદ્રજી સ્વામીએ તેમના કાળજ્ઞાન તવ ચિતામણી નામના પુસ્તકમાં સારી રીતે સમજાવેલ છે. તેથી તેમનું તે લખાણ અત્રે ઉધ્ધત કરૂં છે.
જડ પદાર્થના ત્રણ ગુણ દરેક જડ પદાર્થમાં ત્રણ ગુણ રહ્યા છે-(૧) અવલંબન ગુણ, (૨) ઓળખાણ ગુણ અને (૩) મંગળ ગુણ
અવલંબન ગુણજેને જેટલે વૈભવ છે તેને તેટલો જડ પદાર્થને અવલંબન ગુણ જાણો. ઉદાહરણ તરીકે – રસ્તે ચાલતાં લાકડીનું અવલંબન, દાદરે ચડતાં પગથી અને દોરડાનું અવલંબન, હાલતાં ચાલતાં રસ્તાનું અવલંબન, પૂલ ઉપર ચાલતાં કઠેડાનું અવલંબન, ભૂખ તરસમાં અનાજ અને પાણીનું અવલંબન, રોગમાં ઔષધનું અવલંબન વગેરે જડ પદાર્થોના હજારો અવલંબન લેવાં પડે છે. જડ પદાર્થોનું અવલંબન તે જીવતરનું જીવન છે.
ઓળખાણ ગુણ-માતા પિતા, દીકરા, દીકરી, હતુમિ વિગેરેના તથા પશુ પક્ષી વગેરેના જે જે ફોટા છે તે તેમની ઓળખાણના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com