________________
૮૮
મૂળ જૈન ધર્મ અને સ્થા. મુનિઓની મૂર્તિ વળી મારવાડના ગામ ગિરિમાં સ્થાનકવાસી સાધુ હર્ષચંદ્રજીની તથા મારવાડના ગામ સાદડીમાં સ્થાનક્વાસી મુનિશ્રી તારાચંદજીની પાષાણમય મૂર્તિ પૂજાય છે.
આગ્રામાં સ્થાનકવાસી મુનિશ્રી રત્નચંદ્રજીની પાદુકાઓની પૂજા થાય છે.
બડદ તથા અંબાલામાં સ્થાનકવાસી સાધુઓની ઘણા કાળથી સમાધિઓ છે અને તે અતિ આદરથી પૂજાય છે. ત્યાં દર સાલ મેળે ભરાય છે અને હજારો લોક એકઠા થાય છે.
ઉપર લખ્યા સ્થા. સાધુઓના ફોટા તથા મૂર્તિ વગેરેના ચિત્ર મૂર્તિપૂજાકા પ્રાચીન ઈતિહાસ પુસ્તકમાં વિગત સાથે છપાયેલા છે.
આ પ્રમાણે મૂર્તિના રૂપાંતર સ્થાનકવાસીઓમાં ઘણા લાંબા કાળથી પ્રચલિત છે જ. અને આમ જ્યારે સ્થા. મુનિએના ફેટા, મૂતિ, પાદુકા વગેરેને વંદન પૂજન થાય છે ત્યારે સાધુઓથી અનંત ગુણુ ગુણવાન, અરે પૂજ્ય તીર્થકર ભગવાનની મૂર્તિ માટે જ વિરોધ કરે એમાં ન્યાય કે ડહાપણ કેમ ગણી શકાય?
અને જ્યારે સ્થાનકવાસી મુનિએ ભગવાનના, પ્રાચીન કાળના મુનિઓના અને અત્યારે તેમના પોતાના ચિત્ર કે ફટાએ છાપે છે તો પછી ભગવાનની મૂર્તિ માટે જ શા માટે વાંધો હોઈ શકે તે સમજાતું નથી. સિવાય કે સંપ્રદાયવાદના મોહને કે મતાગ્રહને આશ્રય લઈને ખેટી રીતે વાંધો ઉઠાવવામાં આવે.
૨૩૦૦ ત્રેવીશ સો વર્ષ પહેલાં મૂર્તિની માન્યતા ચાલુ હતી તે તે કલિંગ દેશના (ઓરિસાના) અંડગિરિ, ઉદયગિરિ વગેરે પહાડોમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com