________________
હાલના સંપ્રદાયે પ્ર. ૭
મૂર્તિની હાંસી કરનારા વિચારે મૂર્તિને જડ પત્થર તરીકે ગણી હસી કાઢનારે, અવગણું કાઢનારે એ પણ વિચારવું જોઈએ કે તેમના વડીલને કેટે કે ચિત્ર પણ જડ વસ્તુ જ છે. તેના તરફ તમે પૂજ્યભાવે શા માટે જુએ છે? વડીલ કરતાં ભગવાન તો અનંતગણું વિશેષ પૂજ્ય છે તે તેમની મૂર્તિને કે તેમના ચિત્રને ન માનવું એમાં ડહાપણ કેવી રીતે ગણાય?
સ્થા. પુસ્તકમાં ચિત્રો
સ્થાનકવાસી આચાર્ય શ્રી જવાહરલાલજી મહારાજે તેમના “સચિત્ર અનુકપા વિચાર” નામના પુસ્તકમાં કેશી શ્રમણનું ચિત્ર છાયું છે. શ્રી શંકર મુનિજીએ તેમના “સચિત્ર મુખવસ્ત્રિકા ” પુસ્તકમાં પાંડવ મુનિએ, પ્રસન્નચંદ્ર રાજર્ષિ તથા ગજસુકુમાલ મુનિના ચિત્રે છાપેલાં છે. શ્રી એથમલજી મહારાજે તેમના “મહાવીર યાચા સંદેશ” નામના પુસ્તકમાં ભગવાન મહાવીરનું ચિત્ર છાપેલ છે.
સ્થા. આચાર્ય શ્રી આત્મારામજીના પુસ્તકોમાં, તેમના શિષ્ય જ્ઞાન મુનિના પુસ્તકોમાં તેમજ બીજી પંજાબી, મારવાડી, ગુજરાતી સાધુઓના પુસ્તકોમાં તેમના પિતાના તેમજ બીજા સાધુસાધ્વીઓના ચિત્ર (ફોટો) છપાયા છે અને છપાય છે,
પૂજય શ્રી રત્નચંદ્રજી મહારાજની સમુદાયના મુનિઓને ગ્રુપ ફેટો છપાયેલો છે. જેમાં અગિયાર મુનિઓના ફોટા છે.
ગુજરાત, કચ્છ, કાઠિયાવાડના સાધુ મંડળને પ્રપ ફેટો જેમાં તેર મુનિઓના ફોટા છે તે ફોટો અમદાવાદમાં ત્રણ ત્રણ પૈસે વેચાય હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com