________________
૮૨
મૂળ જૈન ધર્મ અને વિદ્યમાન હતી એમ સાબિત થતાં સ્થાનકવાસીઓને તે પ્રમાણે માનવું પડ્યું છે.
મૂર્તિના વિચાર માટે ત્રણ મુદ્દા એટલે મૂર્તિ સંબંધી આપણે વિચાર કરવાનું કે નક્કી કરવાનું એ છે કે
(૧) મૂર્તિની માન્યતા ધર્મ વિરુદ્ધ છે કે નહિ. (૨) પ્રાચીનકાળમાં મૂર્તિ હતી કે નહિ (૩) સૂત્રમાં મૂર્તિને ઉલ્લેખ કે ઉલ્લેખ છે કે નહિ.
આ મુદાઓ જાણવાથી કોની માન્યતા સાચી છે એ નક્કી કરી શકાય. એટલે આપણે આ ત્રણેય મુદ્દાઓ એક પછી એક તપાસીશું.
દેવેલેકમાં શાશ્વતી મૂર્તિઓ દેવલોકમાં તેમ જ નંદીશ્વર વગેરે સ્થળેએ પર્વત ઉપર શાશ્વતી મૂતિઓ છે અને દેવદેવીએ તે મૂર્તિઓની પુજા-ભક્તિ કરે છે એ વાત સ્થાનકવાસીઓ માને છે કારણ કે તે વાત સ્થાનવાસીઓના માન્ય સૂત્રોમાં પણ જણાવેલી છે. એટલે એ વાત ન માને તો તેઓ સૂત્ર જ માનતા નથી એમ ઠરે.
કે સ્થા ઋષિ સંપ્રદાયના મુનિશ્રી અમોલખ ઋષિજીએ તેમના અનુવાદ કરેલા સૂત્રમાં એ શાશ્વતી મૂર્તિઓના ઉલ્લેખ છે ત્યાં કેટલેક ઠેકાણે નોંધ મૂકીને તે મૂર્તિઓને કામદેવની મૂર્તિઓ કરાવી છે. પરંતુ એવી નેંધ મૂકતી વખતે તેમણે આગળ પાછળના શબ્દને સંબંધ તૂટી જાય છે તે વિચાર્યું જ નહિ અને તેથી વિદ્વાન પાસે તેમની નોંધ ખોટી છે, સાંપ્રદાયિક મેહથી લખાયેલી છે તે સિદ્ધ થઈ ગયું છે.
પરતુ ખૂબીની વાત તો એ છે કે સ્થાનકવાસીઓ મોટે ભાગે શાશ્વતી મૂર્તિઓ તીર્થંકર ભગવાનની છે એમ માને છે છતાં મનુષ્યકૃત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com