________________
પ્રકરણ સાતમું
મૂર્તિનું અસ્તિત્વ મૂર્તિ એ મુખ્ય ભાવને વિષય છે ત્યારે મૂર્તિપૂજા એ મુખ્યત્વે બાહ્યાચારનો વિષય છે.
તેથી પહેલાં આપણે મૂર્તિસંબધી જ વિચાર કરીશું. અને તે વિચારાઈ રહ્યા પછી મૂર્તિપૂજાનો વિચાર કરીશું.
અહીં આપણે મૂર્તિ એટલે તીર્થકર ભગવાનની મૂર્તિ અથવા પ્રતિમાની જ વાત કરીએ છીએ એમ સમજવાનું છે. મૂર્તિ, પ્રતિમા, પ્રતિબિંબ, ચિત્ર, ફેટ, છબી વગેરે પર્યાયવાચી શબ્દો છે.
સ્થાનકવાસીઓની માન્યતા સ્થાનકવાસીઓની માન્યતા એવી છે કે પ્રાચીનકાળમાં મૂર્તિ કે મૂર્તિપૂજાનું અસ્તિત્વ જ નહોતું. અને તેથી આપણા સૂત્રોમાં મૂર્તિ કે મૂર્તિપૂજાનું નામનિશાન પણ નથી. માટે મૂર્તિ કે મૂર્તિપૂજા એ ધર્મ વિરુદ્ધનું કાર્ય છે.
પહેલાં તે સ્થાનકવાસીઓ એમ જ માનતા હતા કે મૂર્તિ અને મૂર્તિપૂજા ઘણા અર્વાચીન કાળથી શરૂ થઈ છે. પણ તે કાળ કયો તે નિશ્ચિત રીતે કોઈ કહી શકતું નહોતું, અને હજુ સુધી પણ કોઈ નિશ્ચિત રીતે કહી શકાયું નથી કારણ કે તે વાતની તેમને ખબર જ નથી.
પરંતુ જેમ જેમ શોધખળ વધતી ગઈ તેમ તેમ તે અર્વાચીન કાળની મર્યાદે સ્થાનકવાસીઓ તરફથી લંબાવાતી ગઈ. અને થોડા વર્ષ પહેલાં શેધખોળ ઉપરથી મૂર્તિ લગભગ ૨૩૦૦ વર્ષ પહેલાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com