________________
સ્થા જેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૪
૧૩૫
સર્વજ્ઞ ભગવાન અસ્પષ્ટ કે સંદિગ્ધ વાત કરે નહિ, ઊલટી, સુલટી, પરસ્પર વિરોધી વાત કરે નહિ અને તેથી સૂત્રમાં જે કઈ વાત પરસ્પર વિરોધવાળી હોય ત્યાં મૂળ સૂત્રની વાતથી વિરુદ્ધની અથવા તેનાથી જુદી વાત કરનાર બીજું સૂત્ર ઘાલમેલવાળું કે ફેરફાર વાળું જ ગણાય,
એટલે કે મેં જે સુત્રોમાં ફેરફારની વાત કરી છે તે સ્થાનકવાસીઓની દલીલને જ અનુસરતી છે કે મૂળ સિદ્ધાંતની વિરુદ્ધની વાત હોય તે અમાન્ય. આમ મેં સ્થાનકવાસીએની જ દલીલ અપનાવી છે પરંતુ અત્યારે સ્થા. વાસીઓની જ દલીલ તેમને જ ભારે પડે છે એમ જોઈને શ્રી ડીજી વિમાસણમાં પડી ગયા અને તેથી મને આગમ ઉત્થાપક કહીને પોતાનો રસ્તે સીધા કરવા માગે છે પણ તેમાં ય શ્રા ડેશીજી ભીંત ભૂલે છે.
સૂત્રામાં થયેલા ફેરફારની એક લાંબી ટીપ મેં મારા મૂ. . .” પુસ્તકમાં આપી છે તે ઉપરાંત એક દાખલો વિશેષ આપું છું કે પ્રશ્ન વ્યાકરણ સૂત્ર હાલનું છે તે મૂળ નથી પણ પૂર્વાચાર્યો આખે આખું નવું બનાવીને મળની બદલીમાં મૂકેલું છે.
(જુએ “જૈન સિધ્ધાંતમાસિકના જુન ૧૯૬૩ના અંકનું પાનું ૫૭૭.)
સૂત્રોમાં ભૂલથી પણ કંઈ સિદ્ધાંત વિરુદ્ધ ઘુસી ગયું નથી તેની ખાત્રી કરવા માટે પરીક્ષા પ્રધાન બનવું જોઈએ. અને તેટલા માટે જ મેં પરીક્ષા-પ્રધાની એટલે સત્યાથાના
લક્ષણે બતાવ્યા છે. જુએ મૂજૈ, ધ. પ્રસ્તાવના પાનું ૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com