________________
૧૩૪
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૪ પણ ચિત્ય શબ્દનો અર્થ જ મૂર્તિ થાય છે અને તે શબ્દ મૂળ સત્રમાં અનેક વખત અનેક ઠેકાણે આવે છે તે જોયું ત્યારે સ્થાનકવાસીઓએ ચૈત્ય શબ્દને મૂર્તિ અર્થ ફેરવીને તેના જ્ઞાન, સાધુ વગેરે જુદા જુદા અનેક ખોટા અર્થ કર્યા.
આ સ્થાનકવાસીઓનું આગમ ઉસ્થાપન નથી શું છે?
પરંતુ મેં જ્યારે સ્થાનકવાસીઓના અર્થ બેટા છે તે રસ્પષ્ટ રીતે બતાવ્યું ત્યારે ઉછળી પડીને શ્રી ડેશીજી મને આગમ ઉત્થાપક કહેવા નીકળ્યા ! કારણ કે હાલના સૂત્રોમાં કેટલીક સેળભેળ અથવા ફેરફાર થયા છે તે મેં સ્પષ્ટ બતાવી આપ્યું છે.
ખૂબીની વાત એ છે કે આજ સુધી સ્થા. સાધુઓ તેમ જ શ્રી ડોશીજી પોતે પણ અનેક વખત કહી-લખી ચૂક્યા છે કે તાંબર પૂર્વાચાર્યોએ મૂર્તિની વાત સ્થાપન કરવા માટે સૂત્રમાં અનેક ફેરફાર કર્યા છે અને તેના દાખલા પણ આપ્યા છે.
આમ આજ સુધી સૂત્રોમાં થયેલા ફેરફારની ઘોષણું કરનાર શ્રી ડેસીજી આજે જાણે કે સર્વેમાં કાંઈ જ ફેરફાર થયે જ નથી એમ બતાવી, મેં ફેરફાર થયાની વાત કરી છે તે માટે મને ઉત્થાપક કહે છે ! આમાં ષવૃત્તિ સિવાય બીજું છે શું ?
ભગવાનના વચન અનુસાર બનાવેલા મૂળ સૂત્ર તો બાર જ છે તેમાં પણ બારમું તે વિચ્છેદ ગયેલ છે અને બાકીનાને ઘણો જ થોડો ભાગ મળે છે. બાકીના સૂત્રે તે ભ. મહાવીરના
નિર્વાણ પછી ઘણા લાંબા વખતે થયા છે તે સત્ય હકીકત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com