________________
૧૨૯
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૩
આપણામાં, જે કુસંસ્કાર. બુરી આદતા તથા દેષો હોય તેને પ્રયત્નથી દૂર કરવા જોઈએ. અને સાંપ્રદાયિક્તાની બુરાઈઓથી સાવધાન રહીને વાસ્તવિક ધર્મને વિકાસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
સાંપ્રદાયિક કદરતા આપણને બીજા સંપ્રદાયની ગુણ વ્યક્તિઓથી દૂર રાખે છે. તેથી આપણે તેને લાભ ઉઠાવી શકતા નથી અને તેથી તે આપણા માટે ઘણું નુકસાનીને સદે છે.
જૈન સમાજમાં તો સાંપ્રદાયિકતાનું સામ્રાજ્ય દેખાય છે તેથી બહારથી ભલે પારસ્પરિક પ્રેમ દેખાતે હેય પણ આંતરિક પ્રેમ ભાગ્યે જ નજરે આવે છે. થોડીક પણ સાંપ્રદાયિક વાત નજર સામે આવી છે તે પ્રેમ ટુટી જાય છે. સાધુ મુનિરાજ પણ સાંપ્રદાયિકતા જ પુષ્ટ કરતા રહે છે. અને તેથી મૂળ સૈદ્ધાંતિક ભેદ ન હોવા છતાં પણ સાધારણ વાતેમાં ય જુહાઈ આવી જાય છે. અને બીજા સંપ્રદાયના ગુણુજનેને લાભ ઉઠાવી શકાતું નથી.
જન ગ્રંથના સંપાદનનું કામ ત્રણ સંપ્રદાયમાં અલગ અલગ ચાલી રહ્યું છે. પરંતુ ત્રણે સંપ્રદાયના મુનિજને એક સાથે બેસીને વિચાર-વિમર્શ દ્વારા એકતાથી કામ કરે તે કેવું સારું. નહિતર સાધારણ પાઠભેદને લઈને પણ સાંપ્રદાયિક્તા વધતી રહેશે. આગમ કાર્યમાં તે અનાગ્રહ હેવો જોઇએ. સાંપ્રદાયિક માન્યતાઓને આધાર તે આગમને જ માનવામાં આવે છે. - આજનો યુગ તે પિકારીને કહે છે કે સંકુચિત દષ્ટિ છોડીને ઉદાર વિશાળ દષ્ટિ અપના. વિશ્વબંધુત્વ તથા પ્રાણિ માત્રની સાથે સમભાવ રાખવાની વાત તો દૂર રહી. પણ પહેલાં જૈન સંપ્રદાયમાં તે પ્રેમ વધે અને ગુણજનેને આદર થાય–ભલે પછી તે કેઇપણ સંપ્રદાયને કેમ ન હોય!
-સપ્ટેમ્બર ૧૮૬૩ના “જિનવાણીમાંથી સાભાર ઉધત, અનુવાદિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com