________________
૧૪
શ્રી રતનલાલજી ડેશીની ચર્ચા પરથી ખાસ જાણવા જેવું
મારા “મૂળ જૈન ધર્મ અને હાલના સંપ્રદાયો” પુસ્તક માટે અનેક પ્રશંસાપ મળ્યા હતા. અને તેમાંના થોડાક “જૈન સિદ્ધાંત” માસિકના જાન્યુઆરી તથા માર્ચના અંકમાં છાપવામાં આવ્યા હતા. અને સ્થાનકવાસીઓ તરફથી હજી પણ પ્રશંસાપત્રે મળતા રહે છે, ત્યારે સંપ્રદાયવાદથી પ્રેરાઈને શ્રી ડોશીજીએ નવ મહિના સુધી વિરુદ્ધમાં ટીકા-ચર્ચા ચાલુ રાખી હતી. તેથી તેમના સંબંધમાં થોડુંક લખવાનું પ્રાપ્ત થાય છે.
મદિરાના કેફમાં માણસને કશું ભાન રહેતું નથી. તેથી તે સાચું સમજી શકતું નથી, એલફેલ બોલ્યા કરે છે અને એનેક જાતની ગંદી તેમજ ખોટી વાત કર્યા કરે છે.
સંપ્રદાયના મેહરૂપી મદિરાના કેફમાં ચકચૂર માણસની પણ એવી જ સ્થિતિ હોય છે. શ્રી શીજી પણ ચુસ્ત સંપ્રદાયવાદી મતાગ્રહી હીને તેમની પણ તેવી જ સ્થિતિ છે એમ તેમના વર્તનથી દેખાઈ આવ્યું છે. સંપ્રદાય મેથી શ્રી શીજીએ કરેલી ખોટી ચર્યાની ટુંકી વિગત આ પ્રમાણે છે
અસત્ય લખવાની કુટિલતા–અનેક જાતની બેટી વાત કરીને,
અધસત્યને સંપૂર્ણ સત્ય તરીકે રજુ કરીને અને બીજાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com