________________
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૩
૧૨૭
આ અર્થો ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે સાંપ્રદાયિક્તાની સાથે સંકુચિતતા પણ આવી જાય છે અને તેની સાથે સાથે બીજાઓને હીન અથવા તુચ્છ સમજવાની મને વૃત્તિ પણ આવી જાય છે.
આ મનોવૃત્તિ એટલી હદે પહોંચી જાય છે કે બીજા પ્રત્યે ઘણા અને દ્વેષભાવ પણ થઈ જાય છે અને ત્યારે તેમાં બીજો એક દુર્ગુણ ઘુસી જાય છે. તે વ્યક્તિ બીજાઓની સારપ, ભલાઈ તથા ગુણ તરફ ધ્યાન દેતી નથી. પણ તેના દોષે તરફ તે ખૂબ ધ્યાન આપે છે.
આ સંકુચિતતા તથા ગુણીજનેના આદરથી મનુષ્યના વિકાસને માર્ગ અવરોધાય છે માટે સાંપ્રદાયિકતાને વિશ્વની સંજ્ઞા આપવામાં આવે છે. તેની અસર ઝેરના જેવી ભયાનક હેય છે.
આ સાંપ્રદાયિક્તાના કારણે ધર્મના નામથી અનેક યુદ્ધ થયા, હજરે લાખ માણસેના જાન લેવાયા. તેથી એ ઉગ્ર વિરોધથી બચવાનું પ્રત્યેક મનુષ્ય માટે બહુ જ આવશ્યક છે. *
કોઈ પણ વ્યક્તિ પોતાના સંપ્રદાયના નિયમનું પાલન કરે, તેના પ્રત્યે પૂર્ણ નિષ્ઠા રાખે. ત્યાં સુધી તે કેમ દેશની વાત નથી પણ કલ્યાણની વાત છે. પરંતુ જ્યારે પોતાના સંપ્રદાયને સર્વ શ્રેષ્ઠ માનીને બીજા પ્રત્યે ઘણા કે દ્વેષ રાખવા લાગે ત્યારે વાસ્તવિક ધર્મને લોપ થઈ જાય છે. ભલે તે પોતાને નામથી દઢ ધમ માની લીએ પરંતુ એકાંત આગ્રહ કે કદાહ જ્યાં હેાય છે ત્યાં ધર્મને રસ સુકાઈ જાય છે.
* જૈન સંપ્રદાયો અવારનવાર અનેક રીતે એક બીજ સંપ્રદાય સાથે લેશ, ઝઘડા કરે છે, કોર્ટમાં કેસ કરે છે, અન્ય સંપ્રદાયના સાધુ સાધ્વીને ઉતરવાને જગ્યા આપતા નથી, આહારપાણે વહોરાવતા નથી વગેરે અનેક રીતે
અધર્મ આચરે છે–ન. બિ. શેઠ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com