________________
૧૦૪
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૯ કેઈપણ ગૃહસ્થને પરિચય કરવા માટે અનેક પ્રકારના સાંસારિક લાભને હેતુ હોઈ શકે છે, સ્વાર્થને હેતુ હોઈ શકે છે તેમ જ રૂપસૌંદર્ય કુતૂહલને હેતુ પણ હોઈ શકે છે. પરંતુ એ સર્વ મોહના જુદા જુદા પ્રકારો હેઈને ધર્મની બાબતમાં ત્યાજ્ય છે.
અહીં આપણે તે ગુરુના ફોટાના પરિચયને જ વિચાર કરવાનો છે અને ગુરુ તરફ તે એક માત્ર પૂજ્ય ભાવ જ હોય. ગુરુ તરફ પ્રેમ હોય તે પણ પૂજ્યભાવને લીધે અને પૂજ્યભાવની સાથે જ હોય. પૂજ્યભાવ વિનાને પ્રેમ પણ સ્વાર્થરૂપ હેઇને તે ધર્મમાં ત્યાજ્ય જ છે.
એટલે ગુરુના કેટા-ચિત્રનો પરિચય એક ફક્ત પૂજ્યભાવથી જોવા માટે જ હોય, અને પૂજ્યભાવથી જોવાનું હોય ત્યાં તેમને વંદન કરવાનું પણ હોય જ. વંદન કરવાથી જ પૂજ્યભાવ પ્રગટ કરાય છે. જોવા છતાં વંદન કરવામાં ન આવે તે તે જોવું કેતૂહલરૂપ અથવા અવિનય રૂપ જ બની રહે છે અને તે તે ધર્મમાં ત્યાજ્યજ છે.
એટલે ગુરુને ફેટો-ચિત્ર જોવામાં કે પરિચય કરવામાં પૂજ્યભાવની સાથે વંદન નમસ્કાર હોય તેમ જ ભગવાનની મૂર્તિને પણ વંદન નમસ્કાર કરવાનું હોય,
આ પ્રકરણમાં જિનમૂર્તિને વંદન કરવું તે ધર્યું છે એ વાત અનેક રીતે સિદ્ધ કરેલ છે. તેમાંની વ્યવહારની કઈ એકાદ બે વાત કેઈને અમાન્ય હોય તો પણ તેથી જિનમૂર્તિને વંદન અમાન્ય ઠરી શક્યું નથી. આ પ્રકરણની બધી વાત બેટી કરે ત્યારે મૂર્તિ વંદન અમાન્ય ગણાય પણ તેમ તે કદી બની શકવાનું નથી. એટલે મૂર્તિ-વંદન માન્યા જ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com