________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૯
૧૦૩
- --------,
સને ૧૬ ગ્યાં સ્થાનકવાસી શ્રમણુસંઘના મંત્રીમુનિશ્રી કિસનલાલજી મહારાજના શિષ્ય વિનયચંદ્ર મુનિએ તેમને વ્યાખ્યાનને એક સંગ્રહ “જીવન સાધના” નામના હિંદી પુસ્તકને ગુજરાતી અનુવાદ મુંબઈના શ્રી સન્મતિ પ્રચારક સંધ મારત છપાવી બહાર પાડેલ છે. તે પુસ્તકમાં મુનિ વિનયચંદ્રજીએ તેમના ગુરુ મુનિશ્રી કિસનલાલજી મહારાજને ફેટો-ચિત્ર પણ છપાવેલ છે.
આ ફોટા ચિત્રમાં શ્રી કિસનલાલજી મહારાજના મસ્તક ઉપર મોટું ભામંડળ ચિતરેલું છે.
હવે પહેલે સવાલ એ છે કે આવું ભામંડળ કોને હોય?
સર્વત તીર્થકર ભગવાન સિવાય અન્ય કઈ પણ છદ્મસ્થને આવું ભામંડળ હેય એવું મેં કોઈ ધર્મગ્રંથમાં જોયું – વાંચ્યું નથી તેમ સાંભળ્યું નથી. અને કેઈ પણ જાતના વિશિષ્ટ જ્ઞાન વિના મુનિને ભામંડળ હોઈ શકે નહિ એમ હું માનું છું.
શ્રી કિસનલાલજીના ફોટા નીચે “ચિત્ર ફક્ત પરિચય માટે છે.” એમ છાપેલું છે. પરંતુ આ તે એક છેતરપિંડી કે કપટજાળ છે. ભામંડળ ચિતરીને મુનિને ભગવાન જેવા બનાવ્યા, બતાવ્યા તેને એક જ હેતુ હોઈ શકે કે લોકે તેમના ચિત્રને ભગવાન જેવું સમજીને માને, વાં, પૂજે,
ચિત્ર પરિચય માટે છે એમ લખ્યું છે તે તે ફક્ત સ્થા. શ્રમણ સિંધના નિયમ વિરુદ્ધનું નથી એમ બતાવવા-કહેવા માટે બહારથી દેખાવ માત્ર જ કર્યો છે, દંભ જ સેવ્યા છે. બાકી સાધુઓનું માનસ મુર્તિવંદનને સ્વીકારનારું છે તે સ્પષ્ટ સમજી શકાય છે.
પરિચય શા માટે? વળી તે ફોટા-ચિત્ર ફક્ત પરિચય માટે છે એમ લખ્યું-છાપું છે ત્યારે પરિચય થા માટે, પરિચયને હેતુ છે? તેને પણ વિચાર કરીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com