________________
૧૧૮
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૧ ચિત્યના અર્થ સાધુ, જ્ઞાન વગેરે સૂત્રોમાં તે તે ઠેકાણે બરાબર ઘટી શકે છે તે પૂરવાર કરવું જોઈએ.
ભગવાનના વચનના ખોટા અર્થ કરવા કે ભગવાનના વચનથી ઊલટી રીતે વર્તવું અને ઊલટી રીતે પ્રરૂપણું કરવી તેને જૈનધર્મે મિથ્યાત્વ ગણેલ છે.
જિનમૂર્તિ અને મૂર્તિપૂજા એ બે જુદા વિષય છે. જિનભૂતિ તીર્થકરેના વખતમાં પણ હતી ત્યારે દ્રવ્યપૂજા પાંચમા આરાની પેદાશ છે તે ભૂલવું નહિ.
સ્થા. સાધુ-સાધ્વીઓ તેમની, મૂર્તિ સંબંધીની માન્યતાઓ સાચી છે એમ પ્રમાણેથી સાબિત ન કરે તે તેઓ ભગવાનના વચનને અનુસરનારા નથી એમ સાબિત થશે. એટલે કે તેઓ મિથ્યાત્વને ધર્મ માને છે એમ સાબિત થશે. કારણ કે તેઓ મૂર્તિની માન્યતાને મિથ્યાત્વ ઠરાવે છે. જો કે જિનમૂર્તિની માન્યતા તીર્થંકર-માન્ય ઠરે છે.
સ્થાનકવાસી સાધુ સાધ્વીઓએ મિથ્યાત્વના પાપથી બચવું હોય તો જિનમૂર્તિની સત્ય માન્યતા સ્વીકારવી જોઈએ.
સ્થાનકવાસી સાધુ સાધ્વીઓએ એક વાત બરાબર સમજી લેવી જોઈએ કે આજનો જમાનો અંધ શ્રદ્ધાને-અજ્ઞાનતાનો નથી. આજનો સુશિક્ષિત પ્રજ્ઞાવાન જૈન સમાજ ધર્મ વિરુદ્ધની ખોટી માન્યતાને અંધશ્રદ્ધાથી અપનાવી લીએ તેમ નથી. | મુર્તિ સંબંધી સ્થાનકવાસી માન્યતા તદ્દન ખોટી છે. તે મેં મારા મુળ જૈન ધર્મ અને હાલના સંપ્રદાયે પુસ્તકમાં તથા “જૈન સિદ્ધાંત” માસિક એકબર ૧૯રના અંકમાં વિગતવાર બતાવેલું છે. તે ઉપરાંત શ્રી રતનલાલ ડેરીએ ઉપસ્થિત કરેલી બેટી દલીલના જવાબમાં મેં સવિસ્તર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com