________________
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૧
૧૧૯
બતાવેલું છે. એટલે શ્રી ડોશીજી મારી એક પણ વાત ખોટી કરાવી શક્યા નથી.
મારૂં ઉકત પુસ્તક ગયે વર્ષે સ્થા. મુનિઓને તથા સાધ્વીઓને તેમના ચોમાસાના સ્થળે મોકલી આપ્યું હતું. મુંબઈમાં શ્રમણ સંધના આચાર્યશ્રી આનંદઋષિજીને તથા બીજા સાધુ-સાધ્વીઓને મેં મુંબઈમાં મારી જાતે આપેલું છે. પરંતુ આજ સુધી તેમના તરફથી આ સંબંધમાં કશી પણ વાત કે હિલચાલ થઈ નથી.
તેથી આ લેખવાળો આ માસિકને એક સર્વ સ્થા. સાધુ સાધ્વીઓને તેમના જાહેર થયેલા ચેમાસાના સ્થળે મોકલી આપું છું.
અને જિનમુર્તિની માન્યતા સંબંધી તેમને કઈપણ જાતને વિરોધ હોય તો તે તેમણે સત્વર જાહેર કરવા વિનંતિ કરૂ છું.
માન એક મોટો કપાય છે અને જૈન ધર્મે તેને હેય-વર્ય ગણેલ છે. છતાં આજના સાધુ સાધ્વીએ ધર્મ કરતાં માન પ્રતિષ્ઠાને વિશેષ મહત્વનાં ગણે છે. એટલે ભૂલ કબુલ કરવામાં નાનમ ગણે છે.
એટલે આજ સુધી મૂતિ વિરુદ્ધ પ્રરૂપણું પ્રચાર કર્યા પછી હવે તેની સત્યતા સ્વીકારતાં પોતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એમ સ્થા. સાધુ સાધ્વી સમજે અને મને એ સ્વાભાવિક છે.
પરંતુ પ્રતિષ્ઠાનાં નુક્સાન કરતાં અસત્યને જાણું જોઈને વળગી રહેવાનું નુકસાન, ધર્મની હાનિનું નુકસાન અનેકગણું વધારે છે. એટલું જ નહિ પણ સત્યને સ્વીકાર કરવાથી ધર્મ જળવાય છે અને પ્રતિષ્ઠા વધે છે એ વાત સ્થા. સાધુ સાધ્વીઓએ ખાસ કરીને ધ્યાનમાં રાખવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com