________________
૧૧૨
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૦
સામાયિક સામાયિક તે રાગદ્વેષ રહિત સામ્યભાવ થતાં થાય છે. પણ પાઠ માત્ર ભણવાથી અથવા ઊઠબેસ કરવાથી તે સામાયિક થતી નથી.
કવચિત કહેશે કે–અન્ય કાર્ય કરતા તે કરતાં તે ભલું છે.
એ સાચું. પરંતુ સામાયિક પાઠમાં પ્રતિજ્ઞા તે એવી કરે છે કે મન-વચન-કાયાથી સાવદ્યને કરીશ નહિ, કરાવીશ નહિ” હવે મનમાં તો વિકલ્પ થયા જ કરે છે તથા વચન-કાયામાં પણ કદાચિત અન્યથા પ્રવૃત્તિ થાય છે. હવે ત્યાં પ્રતિજ્ઞા ભંગ થાય છે. હવે પ્રતિજ્ઞા ભંગ કરવા કરતાં તે ન કરવું ભલું છે, કારણ પ્રતિજ્ઞા ભંગ કરવી એ મહા પાપ છે.
વળી અમે પૂછીએ છીએ કેકે પ્રતિજ્ઞા કરતા નથી પણ ભાષા-પાઠ ભણે છે અને તેને અર્થ જાણે તેમાં ઉપયોગ રાખે છે. અને બીજે કઈ પ્રતિજ્ઞા કરી તેને બરાબર પાળતું નથી, પ્રાકૃતાદિના પાઠ ભણે છે પણ તેના અર્થનું પિતાને ભાન નથી. અને અર્થ જાણ્યા વિના ત્યાં ઉપયોગ રહે નહિ ત્યારે ઉપયોગ અન્ય ઠેકાણે ભટકે છે તેથી પ્રતિજ્ઞાભંગ થાય છે.
હવે એ બન્નેમાં વિશેષ ધર્માત્મા કેણુ?
જો તમે પહેલાને ધર્માત્મા કહેશે તે તમે તેવો જ ઉપદેશ કેમ કરતા નથી ?
અને જે બીજાને ધર્માત્મા કહેશે તો પ્રતિજ્ઞા ભંગમાં પાપ થયું અથવા પરિણામે અનુસાર ધર્માત્માપણું ન થયું. પણ પાઠ આદિક કરવા અનુસાર ધર્માત્માપણું ઠર્યું.
માટે પિતાને ઉપયોય જેમ નિર્મળ થાય તે કાર્ય કરવું, સાધી શકાય તે પ્રતિજ્ઞા કરવી તથા જેનો અર્થ જાણીએ તે પાઠ ભણવે પણ પધ્ધતિ વડે નામ ધરાવવામાં નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com