________________
સ્થાનકવાસી જૈનેએ વિચારવા જેવું
પઠન શ્રી કેડરમલજી
સ્થાનકવાસીને કમભંગ ઉપદેશ ખેદને વિષય છે કે (સ્થાનકવાસીઓમાં) મિથ્યાત્વ જેવા મહાપાપની પ્રવૃત્તિ છોડાવવાની તે મુખ્યતા નથી પણ પવનકાયની હિંસા ઠરાવી, ખુલ્લા મુખે બોલવાનું છોડાવવાની મુખ્યતા જોવામાં આવે છે. પણ એ કમસંગ ઉપદેશ છે.
મુહપત્તિ
વળી ધર્મને અંમ ઘણાં છે. તેમાં એક પર-જીતની દયાને જ મુખ્ય કહે છે. તેને પણ વિવેક નથી. સદોષ વસ્તુનું ભક્ષણ ન કરવું, હિમાદિક વ્યાપાર ન કરવા ઈત્યાદિ ધર્મના અંગાની મુખ્યતા નથી પણ મુખપટ્ટી બાંધવી અને શૌચાદિક થે કરવું ઇત્યાદિ કાર્યોની તેઓ મુખ્યતા કહે છે. પણ મેલયુક્ત પટ્ટીમાં થુંકના સંબંધથી છવ ઉપજે તેને તે યત્ન નથી પણ પવનની હિંસાને યત્ન બતાવે છે. તે નાસિક દ્વારા ઘણો પવન નીકળે છે તેને યત્ન કેમ કરતા નથી?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com