________________
૧૦૬
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૧૦
વળી તેમના શાસ્ત્રાનુસાર જે બેલવાને જ યત્ન કર્યો તો મુખપટ્ટીને સર્વદા શા માટે રાખો છો? જ્યારે બોલે ત્યારે યત્ન કરી લીએ! કહે છે કે “ભૂલી જઈએ છીએ.” હવે જે એટલું પણ યાદ રહેતું નથી તે અન્ય ધર્મસાધન કેવી રીતે થશે ?
તેઓ દયાનાં કેટલાંક અંગ યોગ્ય પાળે છે, હરિતકાય આદિને ત્યાગ કરે છે, જળ થોડું ઢળે છે તેને અમે નિષેધ કરતા નથી.
પ્રતિમાને નિષેધ
વળી અહિંસાને એકાંત પકડી તેઓ પ્રતિમા, ચૈત્યાલય અને પૂજન આદિ ક્રિયાનું ઉથાપન કરે છે. પણ તેમના જ શાસ્ત્રોમાં પ્રતિમા આદિનું નિરૂપણ છે તેને આગ્રહથી લેપ કરે છે.
ભગવતી સૂત્રમાં ઋદ્ધિધારી મુનિનું નિરૂપણ છે. ત્યાં મેગિરિ આદિમાં જઈ તથ યારૂ વરુ એવો પાઠ છે તેને અર્થ “ત્યાં ચૈત્યોને વાંદુ છું.” એ અર્થ છે. હવે ચૈત્યનામ પ્રસિદ્ધ રીતે પ્રતિમાનું છે છતાં તેઓ હઠ કરી કહે છે કે–ચૈત્ય શબ્દના જ્ઞાનદિક અનેક અર્થ થાય છે ત્યાં બીજા અર્થ છે પણ પ્રતિમા અર્થ નથી.” - હવે તેને પૂછીએ છીએ કે–મેરગિરિ અને નંદીશ્વર દ્વિીપમાં જઈ ત્યાં ચૈત્ય વંદના કરી. ત્યાં જ્ઞાનાદિકની વંદના કરવાને અર્થ કેવી રીતે સંભવે?
જ્ઞાનાદિકની વંદના તો સર્વત્ર સંભવે છે (તો પછી ત્યાં ખાસ વંદના કરવા જ જવાનું કારણ શું ?) પણ જે વાંદવા યોગ્ય ચિય હોય ત્યાં જ જવાનું સંભવે, ત્યાં જ વંદના કરવા જવાનું વિશેષ સંભવે. એથી સંભવિત અર્થ પ્રતિમા જ છે તથા ચિત્ય શબ્દને મુખ્ય અર્થ પણ પ્રતિમા જ છે. તેને હઠ કરી શા માટે લેપ છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com