________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૪
સૂત્રમાં આપેલ છે. તેમાં શ્રાવકનાં ચ-મંદિરે હતાં એમ કહેલ છે. વિશેષ વિગત માટે જુઓ મૂળ જૈન ધર્મ પુસ્તકનું પાના ૧૨૧ તથા ૪૮૦૦
આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે ભગવાન મહાવીરના મુખ્ય દશ શ્રાવકેના ઘરમાં જિનમંદિર હતાં અને તેમને જિનમદિરે કરાવેલાં પણ હતાં.
૨. ઉવવાઈ સૂત્રમાં
નગરનું વર્ણન સૂત્રમાં જ્યાં જ્યાં નગરનું વર્ણન આવે છે ત્યાં ત્યાં ઉવવાઈ સૂત્રમાંના ચંપાનગરીના વર્ણન પ્રમાણે સમજી લેવાનું કહ્યું છે. અને ઉવવાઈ સૂત્રમાં કહ્યું છે કે ચંપાનગરીમાં ઘણું જિનમંદિરો હતાં. વિશેષ વિગત માટે જુએ મૂળ જૈન ધર્મ પુસ્તક પાનું ૧૧૦
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ભગવાન મહાવીરના વખતમાં ભરતખંડના જે જે નગરની વાત સૂત્રેામાં આવે છે તે બધા નગરમાં જિનમંદિરે હતાં.
૩. જંઘાચારણ-વિદ્યાચારણ શ્રી ભગવતી સૂત્ર . ૨૦ ઉ. ૯માં જંઘાચારણ વિદ્યાચારણ મુનિઓની વાત આવે છે કે તેઓ માનુષત્તર પર્વત, નંદીશ્વરદીપ વગેરે ઠેકાણે જઈને તેમણે ત્યાંના જિનચૈત્ય-મંદિર-મૂર્તિઓને વંદન કર્યા અને “પાછા આવીને અહીંના (આ ક્ષેત્રના) જિનચૈત્ય-મંદિર મૂર્તિઓને વંદન કર્યા. વિશેષ વિગત માટે જુઓ “મુળ જૈન ધર્મ” પુસ્તક પાનું. ૧૨૪
આ ઉપરથી પણ સિદ્ધ થાય છે કે ભગવાન મહાવીરના વખતમાં અહીં જિન ચૈત્ય-મંદિરે હતાં અને તેથી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com