________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૯
ઐતિહાસિક રીતે
તીર્થકર ભગવાનના વખતમાં મૂર્તિ મંદિરે હતા. તો તે મૂર્તિઓ અને મંદિરો શેભા માટે તે નહતા જ. તે વખતે પણ શ્રાવકે સવારમાં તેમનું એક મુખ્ય કર્તવ્ય ભગવાનની મૂર્તિને વંદન કરી, તેમને પ્રાર્થના કરવાનું ગણતા હતા. જ્યાં ભક્તિભાવ હોય ત્યાં પ્રાર્થના પણ હોય. કુરસદ ન હોય તે ભલે ટુંકામાં ટુંકી પ્રાર્થના કરતા હોય પણ તે કંઈક આવી જાતની હેય
હે ભગવાન! હે પરમકૃપાળુ દેવ! જન્મ, જરા, મરણ આદિ આ સંસારના સર્વ દુખને ક્ષય કરવાને માર્ગ બતાવી આપે અનહદ ઉપકાર કર્યો છે તે ઉપકારને કંઈ પણ બદલે વાળવાને હું તદ્દન અસમર્થ છું, વળી હે પ્રભુ! આપ તો કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છે. તેથી હે દેવ! હું મન, વચન અને કાયાની એકાગ્રતાથી આપના ચરણાર્વિદમાં નમસ્કાર કરું છું. આપના પ્રત્યે પરમભક્તિ અને આપે બતાવેલા ધર્મની ઉપાસના મારા હૃદયમાં જીવન પર્યત અખંડ જાગૃત રહે એવી મારી ઇચ્છા સફળ થાઓ.
આ પ્રમાણે વંદન, નમસ્કાર અને પ્રાર્થના પછી જ તેઓ સંસાર વ્યવહારના બીજા કામમાં લાગતી હશે. આ પ્રકારના વંદન, નમસ્કાર પ્રાર્થનાથી જ મૂર્તિમંદિરની સફળતા છે.
હવે શ્રી ડોશીજી જેવા કટ્ટર સંપ્રદાયવાદીઓ એમ કહે કે તીર્થકરોના વખતમાં મૂર્તિ-મંદિરો હતા પણ તે તે શોભાના હતા. તે સમજવાનું એ છે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com