________________
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૯
પૂજ્ય ગણવામાં આવે છે અને તેની આશાતના કરનારને દેવું લાગે એમ માનવામાં આવે છે. તે સર્વ વસ્તુઓ પણ જડ પદાર્થની જ બનેલી છે તે પણ તે પૂજ્ય ગણાય છે. તેવી જ રીતે ભગવાનની મૂર્તિ પણ પૂજ્ય અને વંદનીય છે.
સવ, આસન વગેરે જડ વસ્તુઓમાં ગુરુ વગેરે કેઈનું પણ આરોપણ કર્યું નથી માટે તમે તેને વંદનીય ન ગણે તે પણ મૂર્તિમાં તે ભગવાનનું આરોપણ કરેલ હોવાથી મૂર્તિ પૂજ્ય અને વંદનીય છે.
સમજુ માણસે તે સૂત્ર શા જ્ઞાનના દાતાર હેવાથી તેને વિનયપૂર્વક વંદન પણ કરે છે. અલબત્ત તે વંદન જ્ઞાનને કરેલા ગણાય છે.
સવિસ્તર વિગત માટે મૂળ જૈન ધર્મ પુસ્તકના પાનાં ૪૨ થી ૪૧૮ વાંચે.
સામાન્ય જડ વસ્તુને અથવા કષાય યુકત ગણાતા રાગદ્વેષવાળા દેવની મૂર્તિને વંદન કરવું તે જરૂર મિથ્યાત્વ છે પરંતુ જિનભગવાનની મૂર્તિને વંદન કરવું તે મિથ્યાત્વ નથી એટલું જ નહિ પણ જિન ભગવાનની મૂર્તિને વંદન નહિ કરવાથી ભગવાનની આશાતના કયાંને દેષ લાગે છે. કારણ કે
તમે ભગવાનનું અવલંબન તે સ્વીકારે છો જ તેમ જ ભગવાનનું અવલંબન જરૂરનું પણ માને છે ત્યારે ભલે તમને તમારા પિતાના માટે મૂર્તિના અવલંબનની જરૂર ન લાગતી હોય તે પણ
જ્યારે તમે ભગવાનની મૂર્તિની પાસે જાઓ અને તે ભગવાનની મૂર્તિ છે એમ તમે જાણે છે છતાં વંદન ન કરે તે જરૂર તમને ભગવાનની આશાતના કરવાને દોષ લાગે જ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com