________________
સ્થા. જેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૯ કહે છે એટલે મૂર્તિને વંદન એ સૂત્રાનુસાર ધર્મે છે. એટલે શ્રાવકે માટે તે ધમ્ય હાય જ એમ આપોઆપ સિદ્ધ થાય છે.
૩. આનંદ શ્રાવક
શ્રી ઉપાસક દશાંગ સૂત્રમાં આનંદ શ્રાવકે પ્રતિજ્ઞા કરી છે કે –
મારે આજથી અન્ય તીર્થિક, અન્ય તીર્થિકોના દેવ અને અન્યતીથિએ ગ્રહણ કરેલ અરિહંતના ચૈત્યને વંદન નમસ્કાર કરવા કહ્યું નહિ.”
અહીં ચેત્ય શબ્દને અર્થ મૂર્તિ થાય છે તેની વિગત માટે જુએ મૂળ જૈન ધર્મ પુસ્તકના પાનાં ૧રર તથા ૪૧-૮૧૮,
અહીં અરિહંત ચૈત્ય એટલે જિનમૂર્તિને અન્ય તીર્થ ગ્રહણ કરેલ હોય તો તેને વંદન નમસ્કાર કરવા ક૫તા નથી એથી આપોઆપ સિદ્ધ થાય છે કે અન્યોએ ગ્રહણ નહિ કરેલ એટલે જૈન સંઘમાં જ રહેલી જિનમૂર્તિને આનંદશ્રાવક વંદન કરતા હતા.
તે વખતે જિનભૂતિ હતી જે માટે તે સૂત્રમાં મૂર્તિને અન્ય તાર્કિકાના ગ્રહણ કરવાની વાત છે. અને જે મૂર્તિને વાંદવામાં તેઓ ધર્મ માનતા ન હતા તે તેમણે તેમની પ્રતિજ્ઞામાં જેમ અન્યની મૂર્તિને તથા અન્ય ગ્રહણ કરેલ જિનમૂર્તિને વંદન નહિ કરવાની પ્રતિજ્ઞા કરી છે તેની સાથે સાથે જિનમૂર્તિને પણ નહિ વાંદવાની પ્રતિજ્ઞા લીધી હત. પણ તેમણે તો અન્યની મૂર્તિને નહિ વાંદનાની જ પ્રતિજ્ઞા લીધી છે તેથી સાબિત થાય છે કે તેઓ જિન મૂર્તિને ધર્મ તરીકે વાંદતા હતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com