________________
---------=-------------------------
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૯.
૯૭
----------- જ્યારે તમે એટલી ઉચ્ચ કોટિએ પહોંચી જાઓ કે જ્યારે તમને ભગવાનના આલંબનની જરૂર ન રહે પરંતુ ફકત તમે તમારા શુદ્ધ આત્મ સ્વરૂપનું જ આલંબન લઈ આગળ વધી શકે છે ત્યારે પણ તમે ભગવાનની મૂર્તિની આશાતના કરી શકે કે કેમ તે પણ વિચારણીય છે.
મૂર્તિના આલંબનની જરૂર ન પડે અથવા જરૂર ન હોય તેવી ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યા પછી “મને મૂર્તિના આલંબનની જરૂર નથી” એમ તમે જરૂર કહી શકો. પરંતુ ત્યારેય પણ તમને સંસાર વ્યવહારના કેઈપણ કારણે જૈન મંદિરમાં જવાને પ્રસંગ પડે તો તે વખતે તમારી સામે ભગવાનની મૂર્તિ છે એમ જાણવા છતાં પણ તમે તેને વંદન ન કરે છે તેથી તમને ભગવાનની અશાતના કરવાને દેષ તે જરૂર લાગે જ કારણ કે તમે ભગવાનને પૂજ્ય ગણવાની સ્થિતિમાં તે છે જ ત્યારે જિન ભગવાનનું આરોપણ થયેલી ભગવાનની મૂર્તિને વિનયથી વંદન કરવાની તમારી ફરજ-ધર્મ છે.
સારાંશ કે સૂત્ર, શાચ, આસન વગેરે જડ વસ્તુઓને પૂજ્ય પવિત્ર માનીને તેને વિનય સાચવવામાં આવે અને તેની આશાતના કરવામાં ન આવે, પણ ભગવાનની મૂર્તિને વિનય સાચવવામાં ન આવે, તેને વંદન કરવામાં ન આવે તે તે અવિનય-અધર્મ જ ગણાય.
તે ઉપરાંત વ્યવહારમાં ઘરમાં વડીલના હમેશના બેસવાના સ્થાનને પૂજ્ય ગણાય છે અને તે ઘરને નાના માણસ તે સ્થાને બેસે તો તેથી વડીલનું અપમાન થયું ગણાય છે. પેઢી કે ઓફીસમાં શેઠ કે મેનેજરની ખુરશી ઉપર કે તેમના આસન ઉપર નાને માણસ બેસે તે તેથી શેઠ કે મેનેજરને અવિનય કર્યો ગણાય છે, આમ વડીલના આસનને પણ વિનય સાચવવામાં આવે છે. વ્યવહારમાં વિનયની એ એક રીત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com