________________
૧૦૦
સ્થા. જેનેનું ધમકર્તવ્ય. પ્ર. તે વખતે હરિ હર આદિ અન્ય તીથિક દે વિદ્યમાન નહેતા પણ તેમની મૂર્તિએજ હતી. તેથી પણ ચૈત્યને અર્થ અહીં મૂર્તિજ થાય છે એમ સિદ્ધ થાય છે.
સ્થાનકવાસીઓ ચાર નિક્ષેપમાંથી ફક્ત ભાવ નિક્ષેપે જ વંદનીય ગણે છે તે જ બેટી વાત છે. જેમને ભાવ નિક્ષેપ વંદનીય હોય તેના ચારેય નિક્ષેપા વંદનીય છે એ જ નિયમ છે. અને તે નિયમ આનંદ શ્રાવકની પ્રતિજ્ઞા પરથી પણ સિદ્ધ થાય છે.
જુઓ–હર આદિ દેવ તે વખતે વિદ્યમાન નહતા. એટલે શ્રાવકે તેમની મૂર્તિને વંદન નહિ કરવાની પ્રતિજ્ઞા કરી છે તે સ્થાપના નિક્ષેપની છે. પણ પહેલા ત્રણ નિક્ષેપ અવંદનીય અને ભાવ નિક્ષેપ વંદનીય એમ કહેશે તે આનંદ શ્રાવકે હરિહર આદિને તેઓ વિદ્યમાન હોય તે તેમને વાંદવાની છૂટ રાખી છે એમ અર્થ થાય. અને એ અર્થ તો જૈન સિદ્ધાંતથી જ વિરુદ્ધ છે. માટે આ નંદ શ્રાવકે ચારે નિક્ષેપાથી અન્ય દેવોને નહિ વાંદવાની પ્રતિજ્ઞા કરી છે.
એટલે સિદ્ધ થાય છે કે જેને ભાવ નિક્ષેપો અવંદનીય છે તેના ચારેય નિક્ષેપા અવંદનીય છે અને જેને ભાવ નિક્ષેપ વંદનીય છે તેના ચારેય નિક્ષેપા વંદનીય છે.
આ પ્રમાણે મૂર્તિવંદન કરવાનું ધર્યા છે એમ જુદી જુદી બધી રીતે સિદ્ધ થાય છે. અને તેથી જૈન સૂત્ર શાસ્ત્રોને માનનારાઓએ મૂર્તિને વંદન કરવું એ ધર્મ્સ છે એમ માનવું જોઈએ, છતાં એમ નહિ માનનારા જેન સૂત્રશાસ્ત્રને નહિ માનતાં સૂત્રકાર, શાસ્ત્રકાર તેમજ ભગવાનનું પણ ચાખી રીતે અપમાન કરનારા છે અને ભગવાનનું અપમાન કરનારને
જૈનધર્મ કેવા ગણે છે તે વાંચકે સમજી લેવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com