________________
સ્થા. જૈનોનું ધર્મકર્તવ્ય. પ્ર. ૯
કઈ અજ્ઞાની ધર્મ નહિ સમજનાર ફટા-ચિત્રોને શોભા તરીકે રાખે છે તેથી તે કાંઈ સાર્વજનિક નિયમ ગણું શકાય નહિ. ભક્તિભાવથી રખાય છે તે જ સાર્વજનિક નિયમ છે.
વિશેષ માટે જુઓ “મૂળ જૈન ધર્મ” પાનાં ૪૦૦-૪૦૧.
વળી એ પણ સમજવું જોઈએ કે ભગવાનની મૂર્તિ એ કંઈ રમકડું નથી કે શ્રાવકે તેમના શોખની ખાતર તે બનાવે. ભગવાન તરફની ભક્તિથી જ મૂર્તિ બનાવાય એટલે તેને ઉપયોગ પણ ભક્તિ માટે જ થાય.
શ્રી ડેશજી ભગવાનનું અપમાન કરે છે
સંપ્રદાયવાદી શ્રી ડોશીજી કહે છે કે –મનુષ્યને સ્વભાવ રૂ૫મેહી છે તેથી તેમણે ભગવાનની મૂર્તિ બનાવી, જે ભગવાન રૂપમેહ ત્યાગવાને ઉપદેશ આપે તેમના જ ભકતો તેમની મૂર્તિ ભગવાનના દેહના રૂપના મેહથી બનાવે એમ માનવું કે મૂર્તિ રમકડા તરીકે ગણાતી એમ માનવું તેમાં સ્વચ્છેદ કલ્પનાથી ભગવાન અને તેમના ભક્તોનું સજ્જડ અપમાન કરવા સિવાય બીજું કંઈ નથી.
માણસ પોતે હોય તે જ બીજાને કહે છે તે પ્રમાણે ભગવાનના ભક્તને રૂપ મોહી ગણનાર પોતે પણ તેવો જ હોય એમ ગણી શકાય. | તીર્થકર ભગવાનના વખતમાં મૃતિ હતી છતાં ભગવાને મૂતિની કે મૂર્તિને વંદન કરવાની મના કરી નથી માટે જ તે પ્રથા ચાલુ રહી હતી અને આજ સુધી ચાલુ રહી છે. છતાં સંપ્રદાયવાદના કહાગ્રહથી મૂર્તિને વંદન કરવામાં અધર્મ છે એમ કહેનાર પિતે તીર્થકર ભગવાન કરતાં વિશેષ જ્ઞાની હેવાનો ઘમંડ સેવે છે એમ જ માની શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com