________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૯
નથી એમ શ્રી ડોશીજી કહે છે ત્યારે એ જ ડોશીજી એ જ અંકના એ જ લેખની શરૂઆતમાં “ભક્તિ”નું જૈનધર્મમાં સ્થાન હવાને સ્વીકાર કરે છે.
પ્રભુ-પ્રેમ અને પ્રભુ-ભક્તિ બને એક જ ભાવના પ્રતીક છે એટલે પ્રભુ-પ્રેમ અથવા પ્રભુ-ભકિતને જૈન ધર્મમાં તે મોલિક સ્થાન છે જ, પરંતુ શ્રી ડેશીજીના બ્રમિત મગજમાં તેને સ્થાન નથી! શ્રી ડેશીછમાં ધર્મ તને યથાર્થ સમજવાની શકિત જ નથી એમ આથી સાબિત થાય છે.
અને ભકતોના “ઈચ્છા-મોહ”માં ખરી રીતે પ્રભુ-પ્રેમ અને પ્રભુ-ભકિત બન્નેને સમાવેશ થાય છે જ.
અરે ! સર્વજ્ઞ પ્રભુના વિરહની વાત તે બાજુએ રહી પણ છઘસ્ય જ્ઞાની ગુરુને વિરહ થતાં પણ શિષ્યને અનહદ દુઃખ થાય છે. કારણ કે ગુરુના સહવાસથી શિષ્યને જે જ્ઞાનને લાભ મળતો હતો, તેને આત્મા ઉન્નત થતો જતો હતો, તે લાભ મળતું બંધ થતાં સાચા મુમુક્ષને દુઃખ થાય તે સ્વાભાવિક જ છે.
તો પછી સર્વજ્ઞ ભગવાન કે જેમણે સંસાર તરી જવાને ઉત્તમ સાચા માર્ગ બતાવ્યો તે ભગવાનના વિરહથી ભક્તોને દુઃખ થાય તેમાં શી નવાઈ છે? અને એવા ભક્તની ભક્તિને “મહ”નું પનામ આપનારને જૈન ધમ જ કેમ માની શકાય? ભગવાનની ભક્તિને મેહ કહેનાર અને એ રીતે ભગવાન અને તેમના ભક્તોનું અપમાન કરનાર અધમ જ હોઈ શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com