________________
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. વડીલેને ફેટામાં વડીલેનું આરોપણ કરાય છે તેવી જ રીતે ભગવાનના ફેટો – ચિત્રમાં કે મૂર્તિમાં ભગવાનનું આરોપણ કરી શકાય છે.
એટલે શ્રી ડોશીજીની કે સ્થાનક્વાસીઓની આ દલીલ ખોટી છે.
આ સંબંધમાં વિશેષ વિગત માટે “મૂળ જૈન ધર્મ અને હાલના સંપ્રદાય” પુસ્તકના પાના નં. ૮૭-૮૮ તથા નં. ૪૫૩માં પ્રશ્ન ૩ જાને ઉત્તર વાંચ,
હા એટલું ખરું કે ભગવાન વીતરાગ સ્વરૂપ છે અને વીતરાગ સ્વરૂ૫ની મૂર્તિ હોય તેમાં જ ભગવાનનું આપણું થઈ શકે અને તે મૂર્તિને જ વંદન થઈ શકે. પણ વીતરાગ સ્વરૂપ ન હોય તેવી મૂર્તિ તીર્થકર ભગવાનની હેય નહિ તેથી તેવી મૂર્તિને વંદન કરવું તે અધર્મ છે.
હવે વિતરાગ તીર્થકર ભગવાનની મૂર્તિને વંદન કરવું તે ધર્મ છે તે આપણે ચાર જુદી જુદી રીતે વિચારીએ–(૧) વ્યવહારની રીતે, (૨) એતિહાસિક રીતે, (૩) ધર્મની રીતે અને (૪) સૂત્ર શાસ્ત્રની રીતે.
વ્યવહારની રીતે
આપણા બાપ દાદાના કે વડીલના ફેટા, છબી કે મૂર્તિ હોય છે તેને આપણે માન સાચવીએ છીએ. આ મારા દાદા મહા ધર્મિષ્ટ હતા. આ મારા પિતા ધર્મના સ્તંભ એવા મહાપુરુષ હતા. આ મારા પ્રાતઃ સ્મરણીય વડીલ ધર્મારાધનમાં એક્કા હતા એમ કહીને તેમના ગુણ યાદ કરીને તેમને વંદન કરવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com