________________
મૂર્તિને વંદન
મૂર્તિને વંદન ધર્યું છે તેની અનેક પ્રમાણેથી સિદ્ધિ
તીર્થકરેના વખતમાં તીર્થકરની મૂર્તિ મંદિર હતાં તે આગલા પ્રકરણમાં અનેક પ્રમાણેથી સિદ્ધ કરી બતાવ્યું છે. હવે મૂર્તિને વંદન નમસ્કાર કરી ભાવપૂજા કરવી તે પણ ધર્યું છે તે અહીં વ્યવહાર, ઈતિહાસ, ધર્મ અને સૂત્ર એમ ચાર જુદી જુદી રીતે સાબિત કરીશું.
શ્રી રતનલાલજી ડોશીએ તીર્થકરોની મૂર્તિ અનાદિથી હતી એમ તે આડકતરી રીતે કબૂલ કરેલ છે. પરંતુ મૂર્તિને માનવી એટલે તેને વંદન કરવું એ તે દેહપૂજા થઈ અને દેવપૂજા એ તે અધર્મ છે એમ માનીને શ્રી ડો શીજી મૂર્તિને વિરોધ કરે છે. તેથી પહેલાં એ બાબતને વિસ્તારથી વિચાર કરીએ.
વંદન એ દેહ પૂજા નથી
કોઈ પણ મનુષ્યને વંદન કરવું તે તેના દેહની પૂજા નથી. તેના આત્માને વંદન થાય છે તેવી જ રીતે મૂર્તિને વંદન કરવું એટલે મૂર્તિના દેહની પૂજા થઈ એમ નથી, પણ જેની તે મૂર્તિ હોય તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com