________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૯
૮૫
આત્માને વંદન કર્યું ગણાય છે. તેવી જ રીતે તીર્થકર ભગવાનની મૂતિને વંદન કરવું તે તીર્થકર ભગવાનને જ વંદન કરવા બરાબર છે. કારણકે મૂર્તિ એ ભગવાનનું પ્રતીક છે.
સાધુને વંદન નમસ્કાર કરવામાં આવે છે તે વંદન સાધુના જડ શરીરને નહિ પણ તેમાં રહેલા તેમના આત્માને કરવામાં આવે છે. તેવી જ રીતે મૂર્તિમાં તીર્થકર ભગવાનનું આરોપણ કર્યું છે તે પછી તેને વંદન કરવા તે ભગવાનને જ વંદન કરવા બરાબર છે. એટલે તે વંદનમાં અધમ નહિ પણ ધર્મ જ છે. વિશેષ માટે જુઓ “મૂ. જે ધ.” પૃષ્ઠ ૪૫૮-૪૫૯
મૂર્તિમાં ભગવાનનું આરોપણ
કરી શકાય છે સ્થાનકવાસીઓની વતી શ્રી ડોશીજી દલીલ કરે છે કે મૂર્તિમાં ભગવાનનું આરે પણ થઈ શકે નહિ. કારણ કે તેનામાં પિત્તળનું આરોપણ થઈ શકતું નથી.
પણ વ્યવહારમાં શ્રી ડોશીની દલીલથી ઊલટું જ બને છે.
પિત્તળમાં તે સેનાનું શું પણ કાગળના ટુકડામાં ય સેનાનું આરોપણ પણ આજે ય થઈ રહ્યું છે. કિંમત વિનાના કાગળના ટુકડામાં એક સા કે એક હજાર રૂપીઆની નોટ છાપીને તેની સે કે હજાર રૂપીઆની કિમત ગણવામાં આવે છે. તે કાગળના ટુકડામાં કેટલા રૂા.ના સાનાનું આરોપણ થયું છે.
રાજા મહારાજા, દેશનેતા વગેરેના બાવલાંઓ સરિયામ રસ્તા, ઉપર મૂકાય છે તે બાવલાઓમાં તે તે રાજ, દેશનેતા વગેરેનું આરોપણ કરાય છે. તેવી રીતે ભગવાનની મૂર્તિમાં ભગવાનનું આ૫ણું કરી શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com