________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૪
૪૩
સૂત્રમાં કહ્યું છે કે–નંદીશ્વર દ્વીપના પવિતાના સિદ્ધાયતમાં દેવો અનેક વખત ભેગા થઈને અષ્ટાલ્વિકા મહત્સવ ઉજવે છે. વધુ માટે જુઓ મૂળ જૈન ધર્મ પૃષ્ઠ ૯૯.
દેવલોકની મૂર્તિઓ
તીર્થકરેની જ છે. સ્થાનકવાસીઓની એક દલીલ એમ છે કે દેવલોકમાંની મૂર્તિઓ તીર્થકરોની નથી. આ વાત તેમની ખેતી છે. કારણ કે રાજકશ્રીય સૂત્રમાં દેવલેકની જિન પ્રતિમાઓ તીર્થકરોની જ છે એમ કહેલું જ છે. વિશેષ વિગત માટે મૂળ જૈન ધર્મ” પૃષ્ઠ ૯૫ જુએ.
દેવે અને મનુષ્યોને
ધર્મ જુદા નથી સ્થાનકવાસીઓની દલીલ છે કે દેવને છત વ્યવહાર મનુષ્યના વ્યવહાર માટે લાગુ પાડી શકાય નહિ. આ દલીલ તેમની ઘણી વિચિત્ર છે. કારણ કે તેને અર્થ એ થશે કે દેવોને ધર્મ અને મનુષ્યને ધર્મ જુદ છે. પરંતુ જૈન સૂ તો દેવ, મનુષ્ય માટે જ નહિ પણ સર્વ જીવો માટે એક સરખો જ ધર્મ બતાવે છે. જુદી જુદી ગતિના જીવ માટે જુદા જુદા ધર્મ, સૂત્રોમાં બતાવ્યા નથી.
વળી એમ માનવાથી કેવી વિચિત્રતા ઊભી થાય છે તે જુએ.
એક સ્થાનકવાસી સમકિતી મૃત્યુ પામીને દેવકમાં જાય ત્યારે તે જીવ મતિને માનથી પૂજે. એટલે કે તે સમકિતી મટીને મિખ્યાત્વી બની જાય. કારણ કે સ્થાનકવાસીએ મૂર્તિની માન્યતાને મિથ્યાત્વ ગણે છે.
આનો અર્થ એ થાય કે સ્થાનકવાસી શુદ્ધ સમતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com