________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૬.
૫૫ અપાયું. એ પછી નેબુચનેઝારના જીવનચરિત્રને ને બેબીલોનના ઈતિહાસને અભ્યાસ કરતાં જે અનુમાને તારવી શક્યો છું તે અહીં રજૂ કરી એવા વિષયને બુદ્ધિમાન વર્ગ કઈ રીતે સમાજોપયોગી બનાવી શકે તે સૂચવીશ.
આદેશ કે આદ્રનગર કયાં આવેલ છે તે સંબંધમાં જૈન સંશોધકોએ અભ્યાસમાં ઊતરવાની જરૂર જોઈ નથી. કેટલાકે પ્રસંગોપાત જરૂર પડતાં એડનને આ નગર તરીકે ઓળખાવ્યું. પરંતુ એડનની ખીલવણી તો ઈ. સ. પૂર્વે ૨૪ ના રોમન-વિજય પછી થઈ છે, ને ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં તે ત્યાં માછીમારોનાં ઝૂંપડાં સિવાય કંઈ જ ન હેતું ઉચ્ચારની ગણતરીએ પણ એડન શબ્દ આદ્રને સમાંતર નથી. એટલે આદ્રનગર માટે જ નજર દોડાવવી જોઈએ.
પશ્ચિમ એશિયામાં આવેલો મેસેપિટેમિયા દેશ અતિ પ્રાચીન કાળમાં ઉત્તર, મધ્ય ને દક્ષિણ એમ ત્રણ વિભાગમાં વહેચાયેલો હતો. ઉત્તર – વિભાગ પિતાના પાટનગર અસુરના નામ પરથી એસીરિયાના નામે ઓળખાત, મધ્ય ભાગની પ્રાચીન રાજધાની કીશ હતી, પણ હમુરાબીના સમયમાં (ઈ. સ. પૂર્વે ૨૧૨૩ થી ૨૦૮૧) બેબીલેનની વિશેષ ખીલવણી થતાં મધ્ય ભાગનું પાટનગર બેબીલેન બન્યું ને સમય જતાં મધ્ય વિભાગ પણ બેબીલોનના નામે ઓળખાવા લાગ્યો. સાગર કાંઠે આવેલા દક્ષિણ ભાગનું પ્રાચીન પાટનગર એd (Eirdiu) બંદર હતું પણ તે ધીમે ધીમે પુરાવા માંડતાં રાજધાની ઉરમાં ફેરવાણી. સમય જતાં બેબીલોનના સમર્થ રાજવીઓએ ત્રણે ભાગ પર પિતાની સત્તા વિસ્તારીને બેબીલેનને સંયુક્ત પ્રદેશનું પાટનગર બનાવ્યું.
જન સાહિત્યમાં વર્ણવાયેલ આદ્ર નગર આ અર્વ નગર હવાને પૂરતો સંભવ છે. પ્રાચીન કાળમાં જાહેરજલાલી ભોગવતાં આને સમાંતર
આ સિવાય બીજુ એ પણ નગર નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com