________________
૫૬
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૬
એઈ બંદરની જાહેરજલાલી ઈ. સ. પૂર્વે ૫૦૦૦ માં શરૂ થાય છે. જલપ્રલય પૂર્વેનાં જગતનાં ચાર મુખ્ય બંદરોમાંનું એક હતું. સાગર કાંઠે યુક્રેટીસ નદીના મુખ પર વસેલું હેઈ તેને દેખાવ બેટ સમે લાગતો. હિંદ સાથે એ બંદરને સીધા જળમાર્ગને સંબંધ હતા.
ધીમે ધીમે નદીના કાંપને લીધે બંદર પુરાવા લાગ્યું. ને તેનું મહત્વ ઘટવા લાગ્યું. આજે એ નગરના ખંડિયેર ઉરથી બાર માઈલ દક્ષિણ-પશ્ચિમે પથરાયેલાં પડ્યાં છે. બસરાથી ઈરાક દોડતી રેલવે તે ખંડિયેરની તેર માઈલ પૂર્વેથી પસાર થાય છે.
ઈ. સ. પૂર્વે ૬૦૪માં બેબીલોનની ગાદીએ જગમશહુર સમ્રાટ નેબુચનેઝાર વિરાજ્યો. તેના પિતા નેબપિશારે તેને વિશાળ રાજ્યને વારસો સોંપ્યું હતું, પણ નેબુચન્દનેઝારને ભવ્ય સામ્રાજ્ય સર્જાવવું હતું. પિતાની હયાતી દરમ્યાન જ (ઇ. સ. પૂર્વે ૬૦૫ માં) તેણે એસીરિયાને હરાવીને તે પ્રદેશ તે બેબીલેનમાં જ ભેળવી દીધો હતો. હવે તે દિગ્વિજયે નીકળ્યો. નેકોને હરાવીને તેણે એશિયામાંથી યુરોપ અને આફ્રિકાને પગ કાઢયો. ને પછી બેબીલેનની નબળી દશામાં જેણે જેણે તેને નુકશાન પહોંચાડ્યું હતું તે બધાં રાજ્યોને તેણે જીતવા માંડ્યાં.
જડાના યહૂદીઓએ બેબીલેનની સમૃદ્ધિ લૂંટીને પિતાના પાટનગર જેરૂસેલમમાં પિતાના પ્રભુના નામે મંદિર બંધાવરાવેલું. નેબુચન્દનેઝારે એ દેશ જીતી લઈ મહેરબાનીની રાહે ત્યાંના રાજાને તે પાછો સંયો. એ રાજાએ ગ્ય વ્યવસ્થા ન જાળવતાં તેણે રાજા બદલાવ્યો, પણ બીજા રાજાએ બળવો કર્યો. નેબુચન્દનેઝાર જંગી સૈન્ય સાથે એ દેશ પર ધસી ગયા અને તેણે રાજાને પદભ્રષ્ટ કરી જેરૂસલેમ લૂંટયું. યહુદીઓના મંદિરમાંની અઢળક સંપત્તિ અને સોનાચાંદીનાં વાસણો તે બેબીલોન ઉપાડી ગયો. ટાયરના બળવાને પણ તેણે સખત હાથે દાબી દીધે. ને એ રીતે તે પશ્ચિમ એશિયાને યશસ્વી સમ્રાટ બની રહ્યો.
બેબીલોનમાં તેણે અનેક દેવમંદિર બંધાવ્યાં. નગરના રક્ષણ માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com