________________
૫૪
સ્થા. જેનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૬ માંની પૌરાણિક હકીકતો પર પણ ઇતિહાસને પ્રકાશ પાથરવાને વર્ષો થયાં તનતોડ પ્રયાસ કરી રહ્યો છે તે માટે પશ્ચિમ એશિયામાં વર્ષના ખોદકામ અને શોધકામ પછી તેમણે જૂના કરારમાં રજૂ થયેલી અતિ પ્રાચીન રાજવંશાવલિઓને સમાંતર ઐતિહાસિક વંશાવલિઓ તૈયાર કરી છે અને તેવા રાજાઓના વિષયમાં બાઇબલમાં વર્ણવાએલા સંખ્યાબંધ પ્રસંગોને ઈતિહાસના ક્ષેત્રમાં સમાવ્યા છે.
આપણે કદાચ આવી જવાબદારીમાંથી તે એમ કહીને છૂટી જઈ શકીએ કે, “અમારા પાસે એમના જેટલી નાણાકીય અને રાજકીય સગવડ નથી; પરંતુ એટલું તે કબૂલવું જ પડશે કે આ વિષયમાં આપણે લગભગ કશું જ નથી કર્યું, એટલું જ નહિ, પણ શક્ય પ્રસંગોમાં પણ ઉપેક્ષા સેવી છે.
ગ્રીસ, મિસર ને ઇરાનના પ્રાચીન લેખકની કૃતિઓમાં, બેબીલેન, ચંપા, (ન્ય હિંદી ચીન) કંબેજ ( કમ્બોડિયા)નાં ખોદકામમાં ને મધ્ય અમેરિકા ને મધ્ય આફ્રિકાના અવશેષોમાં પથરાએલી જૈન સંસ્કૃતિ પર પ્રકાશ ફેંકવાને આપણે શ્રમ નથી ઉઠાવ્યો. સંપતિને વિશ્વવ્યાપી ધર્મપ્રચાર, આપણું ચક્રવતીઓના વિજયમાર્ગો ઇત્યાદિને એતિહાસિક રૂપ આપવાને આપણે આપણા અભ્યાસનો ઉપયોગ નથી કર્યો.
અતિ પ્રાચીન પ્રસંગને બાદ કરીએ તે પણ અભયકુમારની પ્રેરણાથી પ્રતિબોધ પામી ભગવાન મહાવીરના ચરણે આવનાર અનાર્ય ભૂમિને રાજકુમાર આદ્રકુમાર કેશુ હતો, તે જાણવાને પણ આપણે પ્રયત્ન નથી કર્યો.
થોડાંક વર્ષ પહેલાં છે. પ્રાણનાથે પ્રભાસપાટણનું તામ્રપત્ર ઉકેલી જણાવ્યું કે બેબીલેનના નૃપતિ નેબુચન્દનેઝારે રૈવતગિરિના નાથ નેમિનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હત” ત્યારે આપણા હાથમાં સંશાધનનો એક વિષય આવેલ હોવા છતાં તેના પ્રત્યે જોઈતું ધ્યાન ન
The Times of India 19-3-35. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com