________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૬
૫૯
ભાગ તૂટી જવાથી તે કડાઓ બર્લીન અને કોન્સ્ટટીનોપલનાં મ્યુઝિયમમાં ઉપાડી જવાયા છે, પણ જે ભાગ હજી ત્યાં જળવાઈ રહ્યો છે, તેના પર વૃષભ, ગંડે, ભુંડ, સાપ, સિંહ ઈત્યાદિ કેરાયેલાં નજરે ચડે છે. બાઝ નગરના મંદિરમાંની મૂર્તિઓ બેબીલે નનાં પુરાણોમાં કે જૂના બાઈબલમાં વર્ણવાએલ દેવોમાંથી કોઈને મળતી આવતી નથી. એટલે તેની પરખ ખોદકામના સંશોધકે હજી પણ કરી શક્યા નથી. આ વસ્તુસ્થિતિ નેબુચન્દનેઝારે જૈન ધર્મ અપનાવ્યું હોય એ દલીલમાં ટેકારૂપ બનવા સાથે જ જૈન સંશોધકો માટે અભ્યાસનું ક્ષેત્ર ખુલ્લું કરે છે.
બેબીલેનના મહાકાવ્ય “Epic of creation માં બેબીલેનને એક રાજકુમાર પોતાના એક મિત્રની મદદથી સ્વર્ગમાં પહોંચવાનો પ્રયાસ કરે છે પરંતુ અધવચથી જ સરકી પડે છે એવું સૂચન છે, જે રૂપક અભયકુમારની પ્રેરણાથી આર્યાવર્ત પહોંચીને દીક્ષા લેવાની આકુમારની તમન્ના અને પાછળથી તેણે કરેલા દીક્ષાત્યાગને સમાંતર છે.
બેબીલન હિંદ સાથે સાંસ્કારિક સંબંધથી તે ઈ. સ. પૂર્વે પચીશસેથી સંકળાએલ હેવાનું ઇતિહાસકારે કબુલ રાખે છે. હમુરાબીના કાનુની ગ્રન્થ પર ભારતીય ન્યાયપ્રથાની સંપૂર્ણ અસર છે. સ્ત્રી પર
વ્યભિચારનો આરોપ આવે ને સ્ત્રી તે આપને અદાલતમાં ખોટો ન ઠરાવી શકે, તો તેને યુક્રેટીસ નદીમાં ડુબાડી દેવી અને છતાં એ પવિત્ર નદી એ સ્ત્રીને જીવતી બહાર કાઢે તે માનવું કે તે સ્ત્રી પવિત્ર છે, એ પ્રથા સ્ત્રીની પવિત્રતા, કડક સજા અને કુદરતી ચમકારથી નિર્દોષતા સિદ્ધ કરવાની ભારતીય ન્યાયશાસ્ત્રની પ્રણાલિકાને આભારી છે. તે ઉપરાંત પ્રાચીન પ્રવાસીઓની નૈધના આધારે જાણી શકાય છે કે ભરૂચ, ખંભાત ને સાપારાનાં બંદર મારફત બેબીલેન
ભારતવર્ષ સાથે ધમધોકાર વ્યાપાર પણ ચલાવતું હતું. બેબીલોનના શિલ્પ-સ્થાપત્ય પર પણ ભારતીય શિલ્પ-સ્થાપત્યની અસર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com